<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

સુરેન્‍દ્રનગરના માલણપુર પાસે કાર નાળામાં ખાબકતાં વૃધ્‍ધ દંપતીના મોત

બાઈકને બચાવવા જતાં સ્‍ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્‍યો, દવા કરાવીને પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨: સુરેન્‍દ્રનગર જિલ્લાના માલણપુર ગામ નજીક માંડલ-માલણપુર રોડ પર રવિવારે સવારે ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. બાઈકને બચાવવા જતાં કાર નાળામાં ખાબકી જતાં કારમાં સવાર વળદ્ધ દંપતીનું માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

મળતી માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ ગામના ૭૧ વર્ષીય જલાભાઈ મોતીભાઈ ડોડીયા અને તેમના ૬૭ વર્ષીય પત્‍ની દેવીબેનની માંડલ ખાતે દવા ચાલતી હતી. તેમનો પુત્ર રાકેશભાઈ બાવાભાઈ ડોડીયા બંનેને પોતાની ગ્રાન્‍ડ i10 કાર (GJ-38-BB-0238) માં બેસાડી દવા કરાવવા માંડલ લઈ ગયો હતો.

દવા કરાવીને ત્રણેય સવારે આશરે ૧૧ વાગ્‍યે ઘરે પરત ફરી રહ્યા હતા ત્‍યારે માલણપુર ગામ નજીક સામેથી એક બાઈક આવતા તેને બચાવવાના પ્રયાસમાં રાકેશભાઈએ સ્‍ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્‍યો હતો. કાર રોડ પરથી નીચે નાળામાં ઉતરી પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન પાછળની સીટમાં બેઠેલા જલાભાઈ અને દેવીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્‍માત બાદ રાકેશભાઈએ પરિવારજનોને ફોન કરી જાણ કરતા પરિવારજનો સ્‍થળ પર દોડી આવ્‍યા હતા. તપાસ કરતા બંનેના મોત થયા હોવાનું જણાયું હતું. બંને મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડાયા હતા.

આ બનાવ અંગે પાટડી પોલીસે અકસ્‍માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્‍ટમોર્ટમ બાદ મળતદેહ પરિવારને સોંપવામાં આવ્‍યા હતા. વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઈ વાય. જી. ઉપાધ્‍યાય ચલાવી રહ્યા છે.

(11:40 AM IST)