તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
‘‘આપ''ના આઠ ઉમેદવારો વિજેતા

રાજકોટ તા. ર૮: સવારે ૧૦/૩૦ વાગ્યા સુધીમાં જાહેર પરિણામો મુજબ આમ આદમી પાર્ટીએ જોર કર્યું છે તે મુજબ નીચે પ્રમાણે આઠ બેઠકો કબ્જે કરી લીધી છે. માળીયા હાટીનાં આપ એ ખાતુ ખોલ્યું છે. અમરેલીની નવી હડીયાલની તાલુકા પંચાયતની સીટ ઉપર આપની જીત થઇ છે. અમરેલી વિધાનસભા વિસ્તારની બાંભડીયા તાલુકા પંચાયતની બેઠક ઉપર આપ જીત્યું છે. ધારીના લુન્ધીયા તાલુકા પંચાયતની બેઠક ઉપર આપ જીતી ગયું છે. સલાયા પાલિકામાં વોર્ડ-૩ માં આપના ઉમેદવાર જીત્યા છે. ભેનકવડ, અને ચોખંડામાં તાલુકા પંચાયતની બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી લીધી છે. જામ જોધપુરના બાલવા સીટ ઉપર આપના ઉમેદવાર વિજેતા થયા છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
