તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
જામનગર જિલ્લામાં 'નારી શક્તિ'ના નેતૃત્વ હેઠળ 'ભાજપ'નું સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો તેજ
સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને શહેર પ્રમુખ બીનાબેન કોઠારી નો 'નારી સશક્તિકરણ' નો ત્રિવેણી સંગમ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૧ : જામનગર જિલ્લામાં પણ સમગ્ર રાજ્યની સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં નારી શક્તિને સમગ્ર ચૂંટણી વ્યવસ્થાની કમાન સોંપવામાં આવી છે, અને જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા તેમજ શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, કે જે ત્રણેય નો ત્રિવેણી સંગમ જામનગર જિલ્લામાં જોવા મળી રહ્યો છે, અને શહેર- જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તા નું શુકાન સંભાળે તેવા પ્રયાસ થઈ રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા નારી સશક્તિકરણને પ્રાથમિકતા આપતા વિવિધ સુધારાત્મક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને જામનગર જિલ્લામાં નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે.
જામનગર શહેર તથા જિલ્લામાં ભાજપના અગ્રણી મહિલા નેતાઓ દ્વારા સતત કાર્ય કરી સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ ભાજપના ઉમેદવારો વિજયી થાય, અને શહેર-જિલ્લામાં ફરીથી ભાજપ સત્તાનું સૂકાન સંભાળે તે માટે વ્યૂહાત્મક આયોજન સાથે પ્રચાર અભિયાન તેજ બનાવાયું છે.
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, તેમજ ઉત્તર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ના માર્ગદર્શન હેઠળ સંગઠનને મજબૂતી આપવામાં આવી રહી છે. સાથે સાથે શહેર ભાજપના મહિલા પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા દિવસ-રાત મહેનત કરીને કાર્યકર્તાઓને સંગઠિત કરવામાં આવી રહ્યા છે.
ભાજપના મહિલા નેતૃત્વ દ્વારા જામનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્ય ની ચુટણીમાં 'નારી સશક્તિકરણ'નું ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં આવી રહ્યું છે. મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ લાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે પાર્ટીના સંગઠનને નવી દિશા આપી રહ્યા છે.
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પ્રચાર, જનસંપર્ક અને સંગઠનાત્મક કામગીરીને વધુ ગતિ આપવામાં આવી છે, જેનો સકારાત્મક પ્રભાવ ચૂંટણી પરિણામોમાં જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
