<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

પુરૂષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ : પૂ. મોરારીબાપુ

ભાવનગર જીલ્લાના લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો

રાજકોટ, તા.૨: લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં શ્રી મોરારિબાપુએ અપાયો ચિંતન સંદેશો આપ્‍યો અને પુરૂષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ તેમ જણાવ્‍યું.

ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્‍થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં રાત્રી મુકામ દરમિયાન પ્રાર્થના સભામાં શ્રી મોરારિબાપુએ વિદ્યાર્થીઓને કેન્‍દ્રમાં રાખીને ચિંતન સંદેશો આપ્‍યો અને પુરૂષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ તેમ જણાવ્‍યું અને તેઓને યુવાનો સાથે વાત કરવાનું કાયમી લક્ષ્ય રહ્યાનું જણાવ્‍યું.

શ્રી મોરારિબાપુએ પ્રાર્થના સભામાં રામચરિત માનસ ઉલ્લેખ કરવા સાથે ગાંધીજીનું સ્‍મરણ કરી તેઓનો સંદેશો આપતાં ઉમેર્યું કે, પ્રાર્થના વગર સેવાકાર્યમાં અહંકાર આવી શકે છે.

સંસ્‍થા પરિવારનાં શ્રી ભૌતિકભાઈ લીંબાણી સાથે શ્રી અનુજભાઈ રામકબીર, ગૌતમભાઈ વિરાસ અને શ્રી ક્રિષ્‍નાબેન બારૈયા દ્વારા સંગીત ટુકડી સાથે પ્રાર્થના ગાન પ્રસ્‍તુત થયેલ હતું. તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા),મૂકેશ પંડિત (ઈશ્વરિયા)ની યાદીમાં જણાવાયું છે.

(10:39 AM IST)