<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા : ટંકારા તાલુકાના ૪૪ ગામોના સરપંચોના રોટેશન જાહેર : સમરસ માટે પણ કવાયત

આગામી દિવસોમાં ટંકારા તાલુકામાં સમરસ થશે કે ચૂંટણીનો જંગ જામશે ? તેના પર સૌની નજર : કયું ગામ કઈ કેટેગરીમાં આવ્યું તે સ્પષ્ટ થતા જ રાજકીય સમીકરણો બદલાયા

(જયેશ ભટાસણા દ્વારા)ટંકારા તા.૧૩ :  ટંકારા તાલુકાના કુલ ૪૪ ગામડાના સરપંચ પદ માટેના રોટેશન જાહેર થઈ ગયા છે. કયું ગામ કઈ કેટેગરીમાં આવ્યું તે સ્પષ્ટ થતા જ રાજકીય સમીકરણો બદલાયા છે. વર્ષના અંતે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે. તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઈ હોવાની ચર્ચા છે.

 ગામે ગામ સરપંચ બનવા માટે ભારે તોડજોડ શરૂ થઈ છે. દાવેદારો મતદારો, સમાજના આગેવાનો અને વડીલોને મળવામાં વ્યસ્ત થયા છે. રોટેશનને કારણે અનેક ગામોમાં નવા ચહેરાઓ, મહિલાઓ અને યુવાનોને તક મળે તેવી સ્થિતિ સર્જાઈ છે.

 બીજી તરફ ચૂંટણી ન યોજી સમરસ કરવા માટે આગેવાનોએ કવાયત હાથ ધરી છે. ખર્ચ અને વેરઝેર ટાળી સર્વાનુમતે સરપંચ નક્કી કરવા ઓટલા બેઠકો યોજાઈ રહી છે. હાલ ગામડાઓમાં ચોરે ને ચોકે, ચાની કિટલીએ અને ઓટલા બેઠકોમાં એક જ વાત ચાલી રહી છે "કોણ છે આ વખતે મેદાનમાં ?"*

આગામી દિવસોમાં ટંકારા તાલુકામાં સમરસ થશે કે ચૂંટણીનો જંગ જામશે, તેના પર સૌની નજર છે.

(2:22 PM IST)