News of Tuesday, 27th October 2026
ગોંડલમાં વર્લીના પાટલા ઉપર રેન્જ આઇજીની ટીમ ત્રાટકીઃ ૧૦ શખ્સો પકડાયાને ૩ શખ્સો નાસી છુટયા
ઇકબાલ ઉર્ફે ધોડી તથા આમદ ખીરાણીએ તાલુકા શાળાના મેદાનમાં હાટડો ચાલુ કર્યો'તોઃ બન્નેની શોધખોળઃ ૧.પર લાખનો રોકડ સહિત ર.ર૭ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા. ર૭: ગોંડલમાં વરર્લીના પાટલા ઉપર રેન્જ આઇજીની ટીમે દરોડો પાડી જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા જયારે ૩ શખ્સો નાસી છુટયા હતા. પોલીસે બે મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ગોંડલ ભુવનેશ્વરી મંદિર સામે આવેલ કનૈયા પાનની દુકાન પાછળ આવેલ તાલુકા શાળાના મેદાનમાંથી ઇકબાલ ઉર્ફે ઘોડી વાલાભાઇ મતવા તથા આમદ જાહેરમાં વરલીનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેન્જ આઇજીની નિર્લીપ્તરાયના માર્ગદર્શન હેઠળ રેન્જની ટીમના પી.આઇ. અર્પુવ પટેલ, પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાંત્રા, એસપી ગોહિલ તથા એ.વાય. ઉધાસની ટીમે દરોડો પાડી વર્લીનો જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા.
પડકાયેલ શખ્સોમાં (૧) જગદીશ હરેશભાઇ ગયનાણી ધંધો મજુરી, રહે. રાજકોટ નાના મવા મેઇન રોડ આવાસ યોજના કવા. નં. ૩ર/૪ (ર) જયદીપ ઉર્ફે બાડો લીંબાભાઇ વોરા ધંધો મજુરી, રહે. ગોંડલ ભોજપરા શેરી નં. ૩૧, (૩) મુનાફ ઉર્ર્ફે મુનો ઇસ્માઇલભાઇ બ્લોચ ધંધો મજુરી, રહે. ગોંડલ વોરા કોટડા રોડ ખાડામાં (૪) મજીદભાઇ ઓસમણભાઇ સેતા ધંધો મજુરી,રહે. ગોંડલ ભગવતપરા શેરી ંન. ૧પ, (પ) વસીમભાઇ અબ્દુલશા શાહમદાર ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. ગોંડલ, ભગવતપરા શેરી નં. ૧૯, (૬) વિપુલભાઇ ખેંગારભાઇ ગોલતર ધંધો મજુરી રહે. ગોંડલ વોરા કોટડા રોડ, વિજયનગર પાસે મફતીયાપરા (૭) અશરફભાઇ કરીમભાઇ જલવાણી ધંધો ડ્રાઇવીંગ રહે. ભોજપરા ગામ તા. ગોંડલ, (૮) રોનકઅલી આદમઅલી ત્રિવેદી ધંધો મજુરી, રહે. ગોંડલ, (૯) મહમદભાઇ બચુભાઇ ચુડાસમા ધંધો મજુરી, રહે. ગોંડલ રેલ્વે પાટા પાસે, આશાપુરા સોસાયટી પાસે, ગોંડલ તથા (૧૦) નાથાભાઇ થોભણભાઇ ચાંડેલા ધંધો ખેતી, રહે. મોવિયા ગામ તા. ગોંડલ નો સમાવેશ થાય છે. જયારે મુખ્ય સુત્રધાર ઇબાલ ઉર્ફે ભોડી વાલાભાઇ મતવા રહે. ગોંડલ તથા આમદભાઇ ખોરાણી રહે. ગોંડલ તેમજ સ્થળ ઉપરથી રમજાનભાઇ બેસીમ રહે. ગોંડલ, બ્લુ કલરના સેમસંગ મોઇબાલનો ધારક, ગોલ્ડન કલરના સેમસંગ મોબાઇલનો ધારક નાસી છુટયા તમામની શોધખોળ હાથ ધરાઇ છે.
રેન્જ આઇજીની ટીમે રોકડ રૂા. ૧,પર,૩૦૦ તથા ૧૧ મોબાઇલ સહિત કુલ ર,ર૩,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
