<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ, કંડલા સહિતના વિસ્તારોમાં બાંગ્લાદેશીઓની સઘન તપાસ: 35 શકમંદોની અટકાયત : જુઓ વિડીયો

ગુજરાત પોલીસની મેગા ડ્રાઈવને પગલે કચ્છમાં તપાસનો ધમધમાટ : પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ :  ગુજરાત પોલીસની બાંગ્લાદેશીઓ પર મેગા ડ્રાઈવને પગલે કચ્છમાં પણ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ પર સકંજો કસી તપાસ, અટકાયતી પગલાં સહિતની સમગ્ર રાજ્યમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.  

 

જેમાં કંડલા, ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર તાલુકાના જુદા વિસ્તારોમાં તપાસ કરી 35 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી છે. જે તે પોલીસ સ્ટેશન તથા એલસીબી, એસઓજી તથા તમામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલ કંપનીઓ, ઝૂંપડપટ્ટી, ફાર્મ હાઉસ, દુકાનો તથા અન્ય સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે અને શકમંદોના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે.  

 

પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે જેમાં બાંગ્લાદેશીઓ તથા અન્ય દેશોના કે કોઈ ગુનેગારો હશે તેમની સામે પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવશે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(2:22 PM IST)