તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
કચ્છના રાપર વિસ્તારમાં ભૂકંપનો આંચકો: સાંજે 6.41 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો: સ્થાનિક લોકોમાં ભયનો માહોલ
ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) કચ્છના રાપરથી માત્ર 10 કિલોમીટર દૂર નોંધાયું

ભુજ :આજે સાંજના સમયે કચ્છના રાપર વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતાં સ્થાનિક લોકોમાં ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (ISR) દ્વારા નોંધાયેલી માહિતી મુજબ આ આંચકો હળવી તીવ્રતાનો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાંજે 6.41 કલાકે કચ્છ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.1 ની માપવામાં આવી છે. આંચકો હળવો હોવા છતાં, ધરા ધ્રૂજતાં જ કેટલાક લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
સિઝમોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) કચ્છના રાપરથી માત્ર 10 કિલોમીટર દૂર નોંધાયું છે. સદનસીબે, તીવ્રતા ઓછી હોવાના કારણે આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
