<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

કચ્‍છના વાગડ પંથકમાં બેલા નજીક ૩.૪ તીવ્રતાનો ધરતીકંપ

ભુજ, તા.૨૪: કચ્‍છ જિલ્લાના વાગડ પંથકમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભારતીય હવામાન વિભાગ અને આઈએસઆરના અહેવાલ મુજબ બેલા નજીક કેન્‍દ્રબિંદુ ધરાવતો ૩.૪ તીવ્રતાનો ભૂકંપ રાત્રે ૧૦:૨૭ કલાકે નોંધાયો હતો.

આ હળવા આંચકાથી વાગડ પંથકના ગામોમાં નિદ્રાધીન લોકો સફાળા જાગી ગયા હતા. બીકના માર્યા લોકો ઘરની બહાર નીકળી રસ્‍તા પર દોડી આવ્‍યા હતા. ૨૦૦૧ના વિનાશક ભૂકંપના સ્‍મરણો તાજા થતાં લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.

જોકે સદનસીબે આંચકાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર મળ્‍યા નથી. કચ્‍છ ભૂકંપ્રવણ ઝોનમાં આવેલો હોવાથી નાની તીવ્રતાના આંચકા અવારનવાર નોંધાતા રહે છે. તંત્ર દ્વારા સ્‍થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાટ વગર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

 

(10:36 AM IST)