તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
કચ્છમાં ભુકંપથી ધોળાવીરા અને ખાવડાની ધરા ધ્રુજી

રાજકોટ, તા., ૧૬: કચ્છમાં આજે બપોરે ભુકંપના બે આંચકા અનુભવાતા ચિંતા પ્રસરી ગઇ છે.
ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, આજે બપોરે ર.ર૦ વાગ્યે કચ્છના ખાવડાથી રર કી.મી. દુર દક્ષિણ દિશા તરફ ૩.૦૬ની તિવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો.
જયારે બપોરે ર.ર૩ વાગ્યે કચ્છના ધોળાવીરાથી ૧ર કી.મી. દુર પુર્વ દિશા તરફ ૩.૦ર ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભાવાયો હતો. આજે ૩ મીનીટના અંતરે કચ્છમાં બે જગ્યાએ ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
