તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
દ્વારકાના જગત મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું: યાત્રાધામ શામળાજીમાં સવારથી ભક્તોનું ઘોડાપૂર
હજારો ભક્તોની લાંબી કતારો વચ્ચે 'જય દ્વારકાધીશ'ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

કાર્તિક પૂર્ણિમાએ દ્વારકાના જગત મંદિરે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે દર્શન માટે પહોંચ્યા છે. હજારો ભક્તોની લાંબી કતારો વચ્ચે 'જય દ્વારકાધીશ'ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે.
બીજી તરફ, અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દૂર-દૂરથી ભક્તો ધજા-પતાકા સાથે શામળિયાના દ્વારે પહોંચ્યા છે. ભગવાનને સ્નાન કરાવીને મંગળા આરતી કરાઈ હતી, જ્યારે મંદિર પરિસર અને શિખરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
