<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનુ સાંજે દ્વારકામાં આગમન

પૂ. શંકરાચાર્ય મહારાજશ્રીના દર્શનનો સમય કાલથી સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ તથા સાંજે ૦૬:૦૦ થી ૦૮:૦૦ સુધીનો રહેશે

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા તા.૪ : પશ્ચિમામ્નાય  અનંતશ્રી વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું  આજરોજ તા. ૦૪-૧૧-૨૦૨૬ ને બુઘવાર ના સાંજે ૦૫ઃ૦૦ કલાકે શ્રી શારદાપીઠ, શ્રી શંકરાચાર્ય મઠ, દ્વારકામાં આગમન થશે.

         પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રીના દર્શનનો સમય તા. ૦૫/૧૧/૨૦૨૬ થી સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ તથા સાંજે ૦૬:૦૦ થી ૦૮:૦૦ સુધી રહેશે.તેમ નિવેદક બ્રહ્મચારી નારાયણાનંદજી, શ્રી શારદાપીઠ દ્વારકા ની યાદીમાં જણાવ્યું છે.(-દીપેશ સામાણી-દ્વારકા)

(2:58 PM IST)