<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

દ્વારકા-ઓખા હાઈવે પર ગમખ્વાર અકસ્માત : ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલકનું કરુણ મોત

ભોગાતથી દ્વારકા તરફ આવતા સમયે ઓખા-મઢી ટોલ પ્લાઝા નજીક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો : ટોલ પ્લાઝા સ્ટાફે તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૦ : દ્વારકા-ઓખા નેશનલ હાઈવે પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.

મળતી વિગતો મુજબ, ભોગાત ગામથી દ્વારકા તરફ આવી રહેલા એક બાઇક ચાલકે ઓખા-મઢી ટોલ પ્લાઝા નજીક બાઇકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સીધું ડિવાઈડર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

 

મૃતક ભોગાત ગામનો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતા જ ઓખા-મઢી ટોલ પ્લાઝાનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે મદદે પહોંચ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(10:23 AM IST)