<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

પડતર પ્રશ્નો, ટેટ પરીક્ષા અંગે દ્વારકા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રેલી, ધરણા અને આવેદનપત્ર

 

ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમના પડતર પ્રશ્નો તથા માંગણીઓ તથા ટેટની પરીક્ષા ફરજીયાત કરવાના વિવિધ પ્રશ્ને ખંભાળીયામાં રેલી કામ બેનરો સાથે પ્રદર્શન કરી ધરણા કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. ૨૦૦૫ પછી નિમણુંક થયેલા શિક્ષકોને જુની પેન્‍શન યોજના લાગુ કરવી, ફીકસ પગાર પ્રથા નાબૂદ કરવી, એચ.ટી. એ.ટી.ના પ્રશ્નોનું નિરાકરણ લાવે. કાયમી શિક્ષકોની ભરતી કરવી, ઉચ્‍ચ પ્રાથમિક શિક્ષકોને નિમુણકથી ૪૨૦૦નો ગ્રેડ આપવો જેવી માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્‍યુ હતું. જેમાં દ્વારકા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણ ગોરીયા તથા મહામંત્રી અશોકભાઇ યાદવ તથા ચારેય તાલુકાના સંઘોના હોદેદારો સાથે ૪૫૦ શિક્ષકો જોડાયા હતા.(

(12:23 PM IST)