તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
સોૈરાષ્ટ્ર-કચ્છમાં દશેરા પર્વની ઉજવણીઃ રાત્રે રાવણદહન
જલેબી-ફાફડા તથા અવનવી મિઠાઇઓ આરોગીને દશેરા પર્વની ધામધુમપૂર્વક ઉજવણીઃ નવરાત્રી પર્વ રંગેચંગે પૂર્ણ

પ્રથમ તસ્વીરમાં કોડીનારમાં તૈયાર કરેલ રાવણનું પુતળુ તથા બીજી તસ્વીરમાં ભાવનગરમાં રાવણદહનની વિગતો આપતા આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ મેધના વિપુલ હિરાણી-(ભાવનગર) અશોક પાઠક (કોડીનાર)
રાજકોટ, તા.૨૦: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજે દશેરા પર્વની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. રાત્રે રાવણ દહન આજે જલેબી, ફાફડા સાથે અવનવી મિઠાઇઓ આરોગીને દશેરા પર્વની ઉજવણી કરાઇ રહી છે.નવરાત્રી પર્વ રંગેચંગે પૂર્ણ થયુ છે.
કોડીનાર
(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૦: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં આવતીકાલે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને લઈને વિજયાદશમી મહોત્સવ સમિતિ ટ્રસ્ટ કોડીનાર, તાલુકા સમસ્ત હિન્દુ સમાજ અને ભવાની યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
કોડીનારમાં દર વર્ષે દશેરાના પર્વે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્રના કલાત્મક અને નમૂનેદાર રાવણ તરીકે ઓળખાય તેવી ૪૫થી ૫૦ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. રાવણની પ્રતિમા બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને કાર્યક્રમને યાદગાર બનાવવા આયોજકો દ્વારા અંતિમ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.વિજયાદશમી એ અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કરીને ધર્મ અને સત્યની સ્થાપના કરી હતી. આ પાવન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે કોડીનાર શહેરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાશે. વિવિધ આકર્ષક ફ્લોટ્સ અને જીવંત પાત્રો સાથે નીકળનારી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે.ત્યારબાદ સાંજે શિંગોડા નદીના પટાંગણમાં ભવ્ય આતશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો ઉપસ્થિત રહે તેવી શકયતા છે.
વિજયાદશમી મહોત્સવ સમિતિ ટ્રસ્ટ કોડીનાર, તાલુકા સમસ્ત હિન્દુ સમાજ અને ભવાની યુવક મંડળ દ્વારા તાલુકાની સર્વે જનતાને ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં જોડાવા તથા રાવણ દહનના ભવ્ય કાર્યક્રમમાં સહભાગી બની ધર્મના વિજયના પર્વની ઉજવણી કરવા ભાવભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૦:ભાવનગર શહેરમાં વિજયાપદશમીના પવિત્ર પર્વ નિમિત્તે શહેરના જવાહર મેદાન ખાતે મનસુખભાઈ પજવાની પ્રેરિત સિંધી સમાજ નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રાવણ દહન નો કાર્યક્રમ યોજાશે. આ વખતે રામલીલા વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. સાંજે ભવ્ય આતશબાજી બાદ મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના પૂત્તરા નું દહન કરાશે. આ પ્રસંગે ,સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં મનસુખભાઈ પંજવાની, નિલેશભાઈ રાવળ, અશોકભાઈ બારૈયા એ માહિતી આપી હતી. શહેરના જવાહર મેદાન ઉપરાંત માર્કેટિંગ યાર્ડ ખાતે સાંજે ૬:૩૦ કલાકે ‘વિજયાપદશમી મહોત્સવ-રાવણ દહન' ના ભવ્ય કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને ભાવનગર પヘમિના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી બજરંગ વિકાસ સમિતિ દ્વારા ચિત્રા ખાતે આવેલા સતત ૧૩મા વર્ષે કરવામાં આવ્યું છે. જેમાં પણ સંતો મહંતો આગેવાનો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાવણ દહન ના બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
