<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલને કારણે સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ્પ થતાં અરજદારોને હાલાકી

કર્મચારીઓના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવી સરકારી કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી

જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલને કારણે સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ્પ થતાં અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય અરજદારો અને સિનિયર સિટીઝનોને વારંવાર કચેરીના ધક્કા ખાવા છતાં કામ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

 અરજદારોના જણાવ્યા મુજબ હડતાલના કારણે સમય અને નાણાં બંનેનો બગાડ થઈ રહ્યો છે. કર્મચારીઓના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવી સરકારી કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ આંદોલનને કારણે પ્રજાના પડતર પ્રશ્નો અને મહત્વના કામોનું શું થશે તેને લઈને પણ સવાલો ઉભા થયા છે

(7:58 PM IST)