તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
ધ્રોલમાં ડીઝલની હાડમારીથી વાહન ચાલકો અને ખેડૂતોની લાબી લાઇન : સાંજે વિતરણ શરૂ કરાતા હાશકારો
ડીઝલ ભરેલ ટેન્કર આવી પહોચતા તમામને ૨૫૦૦ ની મર્યાદામાં ડીઝલનું વિતરણ

જામનગર:જામનગર જીલ્લાના ધ્રોળમાં ડીઝલની અછત સર્જાતા વાહન ચાલકો અને ખેડૂતો ભારે પરેશાન બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે ટ્રેક્ટર, ટ્રક અને અન્ય વાહનોના ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જો કે આજે બપોરે ડીઝલના જથ્થાની આવક થતા વિતરણ શરું કરાયું હતું.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ પેદાશ ની ખેંચ વર્તાઈ રહી છે.છેલ્લા કેટલાક દિવસથી ધ્રોલમાં ડીઝલની માંગ વધતા અછત જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. આજે સવારે પણ પેટ્રોલ પંપમાં ડીઝલની મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો.ખેડૂતો નું કહેવું છે કે ખેતીના કામકાજના મહત્વના સમયમાં ડીઝલ ન મળતા સિંચાઈ અને અન્ય કૃષિ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. બીજી તરફ વાહનચાલકોમાં પણ રોષ ફેલાયો છે, કારણ કે કલાકો સુધી રાહ જો્યા બાદ પણ પૂરતું ડીઝલ મળતું નથી.
સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક ડીઝલ પુરવઠો નિયમિત કરવાની માંગ ઉઠી છે. જો પરિસ્થિતિ વહેલી તકે સુધરશે નહીં તો આવનારા દિવસોમાં વધુ મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
જો કે બપોરે ડીઝલ ભરેલ ટેન્કર આવી પહોચતા તમામને ૨૫૦૦ ની મર્યાદા માં ડીઝલ નું વિતરણ કરવામાં આવ્યું હતું.પરંતુ વાહન ચાલકો અને ખેડૂતો ની લાંબી લાઇનો જોવા મળી હતી.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
