તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
કુંવરજીભાઈ બાવળિયાની રજૂઆતથી જસદણ સુરત એસટી બસનો રૂટ આટકોટ સુધી થતા અનેક ગામડાના લોકોને ફાયદો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૯ :.. જસદણ એસટી ડેપો દ્વારા સંચાલિત જસદણ સુરત રૂટની બસ આટકોટ સુધી લંબાવવામાં આવતા અનેક ગામડાના લોકોને ફાયદો થયો છે.
જસદણ તાલુકાના આટકોટ આસપાસના અનેક ગામડાના લોકોએ જસદણ સુરત એસટી બસનો રૂટ આટકોટ સુધી લંબાવવા માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હતી જેને પગલે કુંવરજીભાઈ બાવળિયાએ આ અંગે ગુજરાત એસટી નિગમને સૂચના આપી હતી. આ સૂચનાને પગલે જસદણ એસટી ડેપો દ્વારા સંચાલિત સવારે ૭.૩૦ કલાકે ઉપડતી જસદણ સુરત તેમજ સાંજે ૬.૩૦ કલાકે ઉપડતી જસદણ સુરત એસટી બસ આટકોટ સુધી લંબાવવામાં આવી છે. હવેથી આ બસ રૂટ આટકોટ જસદણ સુરત બસ રૂટ તરીકે કાર્યરત રહેશે. તેમજ રિટર્નમાં સુરત જસદણ આટકોટ બસ રૂટ તરીકે કાર્યરત રહેશે. આ સુવિધા વધવાથી આટકોટ, જંગવડ, પાંચવડા, જસાપર, ડોડીયાળા, સાણથલી, જીવાપર, ખારચીયા, વીરનગર, મોટા દડવા, બાબરા, ચરખા, કોટડાપીઠા, ઉટવડ સહિતના અનેક ગામડાઓના મુસાફરોને સુવિધા વધશે. આ તમામ ગામડાના લોકો સુરત સાથે રોજિંદો વ્યવહાર ધરાવે છે અને સુરત સાથે સીધો જ અવર-જવરનો વ્યવહાર ધરાવે છે જેથી આ તમામ ગામડાના લોકોને ખૂબ જ ફાયદો થશે
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
