તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
કચ્છમાં વીજ કટોકટીથી જ્યોતિગ્રામ ફીડરો બંધ, ગામડાઓમાં અંધારપટ
ભુજ, માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસાના અનેક વિસ્તારો અસરગ્રસ્ત, ગ્રામજનોમાં ભારે રોષ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : પીજીવીસીએલ દ્વારા એકાએક કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ઈમરજન્સી વીજ કાપ લાગુ કરી અંધારપટ સર્જતા ચકચાર મચી જવા પામી હતી. ભુજ, માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા સહિતના તાલુકાઓમાં જ્યોતિગ્રામના અનેક ફીડરો બંધ કરી દેવાતા ગામડાંઓમાં અંધારપટ છવાયો હતો. અચાનક વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા કેટલાક સબ-સ્ટેશનો ખાતે રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જોકે, આ વીજકાપ નું કારણ રાજ્યના ઉપરી સ્તરેથી વીજ પાવર કંટ્રોલ માટે સૂચના આવી હોવાના કારણે લોડ શેડિંગ મેનેજમેન્ટ હેઠળ વીજ નિયંત્રણો હેઠળ વીજ કાપ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ અંગે પીજીવીસીએલ દ્વારા કોઈ સત્તાવાર પ્રેસનોટ જારી કરાઈ નથી. પરંતુ થોડા સમયમાં જ ફરી વૈકલ્પિક વ્યવસ્થા સાથે પુરવઠો તબક્કાવાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
