<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

જૂનાગઢમાં NCC કેમ્‍પસમાં નશાની હાલતમાં જુનિયર ક્‍લાર્કે ઘૂસી મહિલા પોલીસને ધમકી દીધી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૯:  જૂનાગઢમાં એનસીસી બટાલિયન કેમ્‍પસમાં  રાત્રિના સમયે નશાની હાલતમાં જુનિયર ક્‍લાર્કએ ઘૂસી મહિલા પોલીસને ધમકી આપી સુબેદારને ગાળો ભાંડી હતી. પોલીસે શખ્‍સ સામે ૨ અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢમાં બીલખા રોડ પર આવેલા ૮-ગુજરાત એનસીસી બટાલિયનના સુબેદાર સંતોષ રામચંદ્ર શિંદેની ફરિયાદ અનુસાર બુધવારે રાત્રિના ૧૦ વાગ્‍યાની આસપાસ, હેડ ક્‍વાર્ટરના મહિલા પોલીસ કર્મી મનીષાબેન ભીમસીભાઈ અને સાવિત્રીબેન રમેશભાઈ મજીઠીયા એનસીસી કેમ્‍પસના ગેટ પર ગાર્ડ તરીકે ફરજ પર હતા.

આ દરમિયાન એનસીસી ઓફિસમાં છેલ્લા દોઢ-બે મહિનાથી જુનિયર ક્‍લાર્કની નોકરી કરતો અને મેઘાણીનગરમાં ભાડાના મકાનમાં રહેતો કેતન મનુભાઈ સાગર દારૂ પીધેલી હાલતમાં કેમ્‍પસની દીવાલ કૂદીને અંદર ઘૂસી આવ્‍યો હતો. તેણે કોઈ પણ કારણ વગર મહિલા પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી કરી ગાળો બોલી ઁહું તમને જોઈ લઈશઁ તેવી ધમકી આપતા ગાર્ડ કમાન્‍ડર હેડ કોન્‍સ્‍ટેબલ કમલેશભાઈ લાલજીભાઈ પરમારે શખ્‍સને પકડી લીધો હતો. ઘટના સમયે હાજર સુબેદાર સંતોષ શિંદેએ કેતનને દારૂ પીવા બાબતે જવાબ આપવા કહ્યું, ત્‍યારે શખ્‍સે તેને પણ ગાળો ભાંડી હતી.

આ બનાવ અંગે કરતા ૧૧૨ની ટીમ  મારફત સી ડીવીઝન પોલીસે કેતન સાગર વિરુદ્ધ એનસીસી કેમ્‍પસમાં ઘૂસી મહિલા પોલીસને ધમકી, સુબેદારને ગાળો કાઢવાનો અને કેફી પીણું પીવાનો ગુનો નોંધી તેની અટક કરી આગળની કાર્યવાહી કરી હતી.

(10:48 AM IST)