તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
બીલખા પાસે સનેડો ટ્રેક્ટર પલટી જતાં બંધાળાના ચાલકનું મોત
મૃતક ખેતરનું કામ પતાવી ટ્રેક્ટર પરત મૂકવા જતા હતા ત્યારે અકસ્માત થયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૦: બીલખા પાસે સર્જાયેલા અકસ્માતમાં બંધાળા ગામના ૫૩ વર્ષીય ગોપાલભાઈ મોહનભાઈ રામોલિયાનું ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું હતું. ૨૮ જુલાઈના રોજ બપોરના સમયે ગોપાલભાઈ ખેતરનું કામ પૂરું થયા બાદ પોતાના વેવાઈનું સનેડો ટ્રેક્ટર માંડણપરા ગામે મૂકવા જઈ રહ્યા હતા.
આ દરમિયાન બંધાળા ગામ નજીક અચાનક સનેડો ટ્રેક્ટર પરથી કાબૂ ગુમાવતા વાહન રોડ નીચે આવેલ ચેકડેમમાં પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ગોપાલભાઈ ટ્રેક્ટર નીચે દબાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઈજાગ્રસ્ત ગોપાલભાઈને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ બીલખા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા. આ અક્સ્માત અંગે બીલખા પોલીસે મળતકના ભાઈ કિશોરભાઈ મોહનભાઈ રામોલિયાની ફરિયાદ આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
