<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

શેત્રુંજી નદીમાં ભયજનક ઘોડાપુર : ડેમની જળસપાટી વધીને 24 ફૂટ 5 ઈંચ પર પહોંચી : નદી ગાંડીતુર બનતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની ઐતિહાસિક આવક નોંધાઈ: ગારીયાધારના લુવારા અને ફિફાદ જેવા ગામો નજીક નદીનું રૌદ્ર સ્વરૂપ

ભાવનગર જિલ્લા માટે ચિંતા અને આનંદ બંને એકસાથે લાવનાર સમાચાર સામે આવ્યા છે. અમરેલી અને જૂનાગઢ પંથકમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં  પાણીની ઐતિહાસિક આવક નોંધાઈ રહી છે. ડેમની સપાટી વધીને હવે 24 ફૂટ 5 ઈંચ પર પહોંચી છે. ડેમમાં હાલ 29,615 ક્યુસેક જેટલી પાણીની જંગી આવક શરૂ થતા સમગ્ર ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ભયજનક ઘોડાપૂર આવ્યું છે. ગારીયાધારના લુવારા અને ફિફાદ જેવા ગામો નજીક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં નદી બંને કાંઠે વહી રહી છે. વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના તમામ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા અને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.

વરસાદના આ આંકડાઓ દર્શાવે છે કે આ વર્ષે ભાવનગર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની જશે. ડેમમાં પાણીની આટલી મોટી આવકથી જિલ્લાની જળસુરક્ષા મજબૂત બની છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને નદીના કિનારાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

(10:59 PM IST)