તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
જુનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી મહોત્સવમાં ડોલરભાઇ કોટેચા સહિતનાની ઉપસ્થિતી

જુનાગઢઃ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ખલીલપુર રોડ પર આવેલ અવસર ફાર્મ ખાતે સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, પ્રમુખ મનિષ ત્રિવેદી અને મહામંત્રી વિરેન્દ્ર જોષી, જીત તેરૈયા, પી.સી. ભટ્ટ અને સમગ્ર ટીમ દ્વારા પરશુરામ ધામ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા તેમજ જલંધરના લલિતભાઇ ભરાડ, ડો.મિલન ભરાડ, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, કમલેશભાઇ ભરાડ, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, મેયર ધર્મેશભાઇ પોશીયા, જીલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ, ડો.ભરત ઝાલાવડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા અને ઇનામ વિતરણ પણ કરેલ. (અહેવાલ- વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
