<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

વાંકાનેરમાં પઢીયાર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

વીશીપરા ખાતે તા.૧૪ થી ૨૦ નવેમ્‍બર દરમિયાન આચાર્ય જગદીશબાપુના વ્‍યાસાસને કથાનું રસપાનઃ પોથીયાત્રા, શ્રીકળષ્‍ણ જન્‍મોત્‍સવ, રૂક્‍મિણી વિવાહ સહિતના ધાર્મિક પ્રસંગો યોજાશેઃ વિરામના દિવસે મહાપ્રસાદ : શ્રીમદ ભાગવત સપ્તાહ માટે ચરાડવા શ્રી મહાકાળી આશ્રમના બ્રહ્મલીન પ.પૂ.સંત શ્રી દયાનંદગીરીજી મહારાજના અંતરીક્ષમાથી આશીર્વાદઃ ચરાડવા શ્રી મહાકાળી આશ્રમના પ.પૂ.સંત શ્રી અમરગીરીજી મહારાજ આશીર્વાદનો લાભ આપશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર  તા.૬ :.. મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના વીશીપરા વિસ્‍તારમાં પઢીયાર પરિવાર દ્વારા પિતળમોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભાવભેર આયોજન કરવામાં આવ્‍યું છે. આગામી તા. ૧૪ નવેમ્‍બરથી ૨૦ નવેમ્‍બર, ૨૦૨૬ દરમિયાન યોજાનાર આ ધાર્મિક પ્રસંગે શિવપુરવાળા પુરાણઙ્ઘવક્‍તા, વેદિક પુરોહિત અને સંસ્‍કળત વ્‍યાકરણાચાર્ય આચાર્યશ્રી જગદીશબાપુ (બાબાસાગર)ના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે.

  શ્રીમદ ભાગવત સપ્તાહ માટે ચરાડવા શ્રી મહાકાળી આશ્રમના બ્રહ્મ લીન પ.પૂ.સંત શ્રી દયાનંદગીરીજી મહારાજના અંતરીક્ષમાથી આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ચરાડવા શ્રી મહાકાળી આશ્રમના પ.પૂ.સંત શ્રી અમરગીરીજી મહારાજ આશીર્વાદ નો લાભ આપશે.

   પઢીયાર પરિવારના દિવંગત સ્‍વજનોના પાવન સ્‍મરણાર્થે યોજાનાર આ સપ્તાહ દરમિયાન દરરોજ સવારે ૮થી ૧૨ અને બપોરે ૩થી ૬ વાગ્‍યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથાનો પ્રારંભ તા. ૧૪ નવેમ્‍બર, શનિવારે સવારે ૯ વાગ્‍યે પોથીયાત્રા સાથે થશે.પોથીયાત્રાનો પ્રારંભ શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિર-વીશીપરાના રાજમાર્ગેથી કથા સ્‍થળે મહેશ્વર મહાદેવ મંદિર,કેસરિયા મંદિર)પોથીયાત્રા બાદ શ્રીમદ્‌ ભાગવત કથાનો વિધિવત્‌ પ્રારંભ કરવામાં આવશે.

    આ ધાર્મિક મહોત્‍સવ દરમિયાન તા. ૧૬ નવેમ્‍બર, સોમવારે સવારે શ્રીવામન પ્રાગટય તથા સાંજે નળસિંહ પ્રાગટયનો પ્રસંગ ઉજવાશે. તા. ૧૭ નવેમ્‍બર, મંગળવારે શ્રીરામ પ્રાગટય તથા સાંજે શ્રીનંદમહોત્‍સવ, તા. ૧૮ નવેમ્‍બર, બુધવારે ગોવર્ધનલીલા અને શ્રીકળષ્‍ણ-રુક્‍મિણી વિવાહનો પ્રસંગ યોજાશે. તા. ૨૦ નવેમ્‍બર, શુક્રવારે સવારે સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ અને સાંજે કથા વિરામ સાથે સપ્તાહની પૂર્ણાહુતિ થશે.

આ ઉપરાંત તા. ૨૦ નવેમ્‍બરે સવારે ૮ વાગ્‍યે દશાંશયજ્ઞ તથા સાંજે ૬ વાગ્‍યે મોરબીના સરદાર રોડ ઉપર આવેલા શિવ વેરહાઉસ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

  આ ધાર્મિક આયોજન પિતાશ્રી સ્‍વ. અરજણભાઈ વશરામભાઈ પઢીયાર, માતુશ્રી સ્‍વ. તખુબાઈ અરજણભાઈ પઢીયાર સહિત પઢીયાર પરિવારના દિવંગત સ્‍વજનોના પિતળમોક્ષાર્થે કરવામાં આવ્‍યું છે.

 આ પ્રસંગના નિમંત્રક સ્‍વ. મેરુભાઈ અરજણભાઈ પઢીયાર, સ્‍વ. હનુભાઈ અરજણભાઈ પઢીયારના પરિવારજનો તથા  ભૂપતસિંહ અરજણભાઈ પઢીયાર અને શ્રી રણજીતસિંહ અરજણભાઈ પઢીયાર, મોટાભાઇ સ્‍વ. મેરૂભાઇ અરજણભાઇ પઢીયાર, સ્‍વ. અનુભાઇ અરજણભાઇ પઢીયાર, સ્‍વ. રાજસિંહ રણજીતસિંહ પઢીયાર, સ્‍વ. અજયસિંહ વિરેન્‍દ્રસિંહ પઢીયાર, સ્‍વ. હુલાસબા મેરૂભાઇ પઢીયાર, સ્‍વ. હિરાબા હિમતસિંહ મકવાણા  સહિત સમગ્ર પઢીયાર પરિવાર દ્વારા સગાંસંબંધીઓ, તોહીજનો અને ધર્મપ્રેમી જનતાને કથાશ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

 મોરબીના વાંકાનેર શહેરના વીશીપરા વિસ્‍તારમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન બપોરે અને સાંજે પ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. પઢીયાર પરિવાર દ્વારા સર્વે ભાવિકોને આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની કથાશ્રવણ તથા મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે. વધુ વિગત માટે મો. ૯૯રપ૦ રર૮૩૩, મો. ૯૮રપર રર૮૩૩ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યુ છે.

(11:32 AM IST)