તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Monday, 9th November 2026
જૂનાગઢમાં માનવતાની દિવાળી: ૧૫૦થી વધુ નિર્ધન બાળકોને ઓન્લી ઈન્ડિયન વન મેન આર્મી એનજીઓ દ્વારા ફટાકડાની ભેટ
ધર્મ-ભેદભાવ વિના ગામમાં ફરીને બાળકોને વહેંચી ખુશી, દર વર્ષે પતંગ, દોરા, કટલેરી અને મહેંદી કોનનું પણ કરાય છે વિતરણ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ : દિવાળીની ઉજવણી અનેક આવા સાવ નિર્ધન પરિવારના બાળકો, જેઓ પોતાના પૈસે ફટાકડા ખરીદી ખુશીથી દિવાળી ન મનાવી શકે તેવા ૧૫૦થી વધુ બાળકોને જૂનાગઢ ગામમાં ફરીને દિલથી ફટાકડાની ખુશી આપવામાં આવી હતી, ઓન્લી ઈન્ડિયન વન મેન આર્મી એનજીઓ દ્વારા વ્હાલથી આ ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે એનજીઓના કાર્યકરોએ જણાવ્યું હતું કે, માનવતા અને ખુશી વ્યક્ત કરવામાં ધર્મ ભેદભાવ ક્યારેય કરતા નથી, સૌ બાળકો એક સમાન છે અને તેમના ચહેરા પરની ખુશી જ સાચી દિવાળી છે, આ સંસ્થા દ્વારા દર વર્ષે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, દિવાળીએ ફટાકડા ઉપરાંત ઉત્તરાયણમાં પતંગો, દોરા, કટલેરી, મહેંદી કોન ભેટ આપવામાં પણ સંસ્થા સક્રિય છે, આ વર્ષે પણ બાળકોને ફટાકડા મળતા તેમના ચહેરા પર અનેરો આનંદ છવાઈ ગયો હતો અને વાલીઓએ પણ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો, આ તકે સંસ્થા દ્વારા તા. ૯-૧૧-૨૬ જૂનાગઢ આઝાદી દિવસની સૌને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.(તસવીર:મુકેશ વાઘેલા-જુનાગઢ)
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
