તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
સાળંગપુર ધામ ખાતે દિવાળી પર્વે ભવ્ય રોશની, આતશબાજી અને લાઈટ શો હજારો ભક્તોએ કષ્ટભંજન દાદાના દર્શન કર્યા.
રાત્રિએ સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું, જેણે આવનાર દરેક શ્રદ્ધાળુનું મન મોહી લીધું

પ્રસિદ્ધ યાત્રાધામ અને અસ્થાના કેન્દ્ર સમાન બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પર્વની આ પવિત્ર રાત્રિએ સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું, જેણે આવનાર દરેક શ્રદ્ધાળુનું મન મોહી લીધું હતું.
દિવાળીની ઉજવણીના ભાગરૂપે મંદિર પરિસરમાં એક વિશેષ રંગબેરંગી લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઇટ શો અને આકાશમાં છોડવામાં આવેલી આતશબાજીએ સાળંગપુર ધામને રોશનીથી ઝળહળતું કરી દીધું હતું. આ અદભુત નજારો જોઈને ઉપસ્થિત હજારો ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
વાળીની આ ખાસ રાત્રિએ હનુમાનજી દાદાના દરબારમાં શીશ ઝુકાવવા માટે હજારોની સંખ્યામાં ભક્તો સાળંગપુર ધામ ખાતે ઉમટી પડ્યા હતા. ચારેય તરફ ફેલાયેલી રોશની અને ગુંજતા ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોએ દીપોત્સવ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી અને નૂતન વર્ષ માટે આશીર્વાદ મેળવ્યા હતા.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
