તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
ભાવનગર શહેર- જિલ્લાના પોલીસને દિવાળી ભેટ :55 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી : 51 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે પ્રમોશન
દિવાળીના તહેવારો પહેલા જ એકસાથે 106 કર્મચારીઓને પ્રમોશનની ભેટ મળતા ભાવનગર પોલીસ તંત્રમાં ઉત્સાહનો માહોલ

ભાવનગર પોલીસ બેડામાં દિવાળીના તહેવારો પૂર્વે મોટા પાયે બઢતી આપવામાં આવી છે. પોલીસ અધિક્ષક દ્વારા શહેર-જિલ્લાના કુલ 106 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપતો હુકમ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
શહેર-જિલ્લાના 55 હેડ કોન્સ્ટેબલ કર્મચારીઓને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે બઢતી આપવામાં આવી છે.
કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ: જિલ્લાના 51 પોલીસ કોન્સ્ટેબલ કર્મચારીઓને હેડ કોન્સ્ટેબલ (HC) તરીકે પ્રમોશન મળ્યું છે.
દિવાળીના તહેવારો પહેલા જ એકસાથે 106 કર્મચારીઓને પ્રમોશનની ભેટ મળતા ભાવનગર પોલીસ તંત્રમાં ઉત્સાહનો માહોલ છે
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
