<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

દિવાળીની સાફ સફાઈઃ પ્રજાના પ્રશ્‍નોના ઝડપી નિકાલથી લઈને વહીવટી તંત્રમાં પારદર્શિતા સુધી : મોરબી કલેક્‍ટર સ્‍વપિ્નલ ખરેની કામગીરીની ચૌમેર ચર્ચા

વર્ષોથી પડતર જમીન વિવાદોમાં ચુકાદા, સરકારી કચેરીઓની સરપ્રાઈઝ વિઝિટ, અરજીઓનો ઝડપી નિકાલ, ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર દેખરેખ અને સરકારી યોજનાઓના અમલીકરણમાં સક્રિયતા... સામાન્‍ય નાગરિકોને ભલામણ વગર ન્‍યાય મળે તે દિશામાં વહીવટી તંત્રને સક્રિય કરવાનો પ્રયાસ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ તા.ર,  સરકારી કચેરીઓમાં સામાન્‍ય નાગરિકોને પોતાના નાના-મોટા કામ માટે વારંવાર ધક્કા ખાવા પડે, વર્ષો સુધી જમીન વિવાદોના કેસોમાં તારીખો પડતી રહે અને સામાન્‍ય વહીવટી કામગીરીમાં પણ બિનજરૂરી વિલંબ થતો હોવાની ફરિયાદો અવારનવાર સામે આવતી હોય છે. ત્‍યારે મોરબી જિલ્લા કલેક્‍ટર તરીકે સ્‍વપિ્નલ ખરે દ્વારા છેલ્લા કેટલાક સમયથી હાથ ધરવામાં આવી રહેલી વહીવટી કામગીરીને લઈને સ્‍થાનિક સ્‍તરે ચર્ચા જોવા મળી રહી છે.

મોરબી જિલ્લા કલેક્‍ટર તરીકે પદભાર સંભાળ્‍યા બાદ સ્‍વપિ્નલ ખરે દ્વારા માત્ર કલેક્‍ટર કચેરી પૂરતું સીમિત ન રહેતા જિલ્લાના વિવિધ સરકારી વિભાગો, કચેરીઓ અને ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરવાનો અભિગમ અપનાવવામાં આવ્‍યો છે.

 સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ વિઝિટથી અધિકારીઓમાં જવાબદારીના અહેસાસ

 કલેક્‍ટર સ્‍વપિ્નલ ખરે દ્વારા ય્‍્રૂગ્‍, ઞ્‍ત્‍ઝઘ્‍, ઞ્‍ભ્‍ઘ્‍ગ્‍, એસટી વિભાગ, બસ સ્‍ટેશન, ડેમ કચેરી સહિત કલેક્‍ટર કચેરીની વિવિધ શાખાઓની આકસ્‍મિક મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

આ મુલાકાતો દરમિયાન કચેરીઓમાં કેટલા સમયથી ફાઈલો પેન્‍ડિંગ છે, અરજીઓનો નિકાલ કયા તબક્કે અટકયો છે અને સરકારી પ્રક્રિયાઓમાં કયાં વિલંબ થઈ રહ્યો છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. ઈ-ગવર્નન્‍સના માધ્‍યમથી ફાઈલોની હિલચાલ પર નજર રાખવાની વ્‍યવસ્‍થા પણ અમલમાં મૂકવામાં આવી છે.

 વર્ષોથી પડતર જમીન વિવાદોમાં પણ કાયદાકીય નિર્ણયોની દિશામાં કામગીરી

મહેસૂલી અને જમીન વિવાદના કેસોમાં સામાન્‍ય નાગરિકો માટે સૌથી મોટી સમસ્‍યા લાંબી ચાલતી કાયદાકીય પ્રક્રિયા હોય છે. આ બાબતે પણ કલેક્‍ટર દ્વારા ખાસ ધ્‍યાન આપવામાં આવ્‍યું છે.

હળવદની કિંમતી ખેતીની જમીનના એક કેસમાં મૂળ ખાતેદારના અવસાનના આશરે ૧૦૦ વર્ષ બાદ થયેલી વારસાઈ નોંધ અંગેના વિવાદમાં કલેક્‍ટરે મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો હતો. વારસદારો વચ્‍ચે વિસંગતતા જણાતાં સિવિલ કોર્ટમાંથી વારસાઈ પ્રમાણપત્ર મેળવ્‍યા બાદ જ રેવન્‍યુ રેકર્ડમાં નોંધ પાડવા આદેશ કર્યો હતો.

આ પ્રકારના ચુકાદાઓથી મહેસૂલી કેસોમાં દસ્‍તાવેજી પુરાવા અને કાયદાકીય પ્રક્રિયાની ચોકસાઈનું મહત્‍વ પણ સ્‍પષ્ટ થાય છે.

 બિનખેતીની અરજીઓનો ૪૫ દિવસને બદલે ૧૫થી ૨૦ દિવસમાં નિકાલ

કલેક્‍ટર સ્‍વપિ્નલ ખરેની કામગીરીમાં વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બનાવવાનો મુદ્દો પણ નોંધપાત્ર છે.

અગાઉ બિનખેતીની અરજીઓનો નિકાલ થવામાં અંદાજે ૪૫ દિવસ જેટલો સમય લાગતો હતો, જે હવે ઘટીને ૧૫થી ૨૦ દિવસ થયો હોવાનું કલેક્‍ટરે જણાવ્‍યું હતું.

તે ઉપરાંત iRCMS પોર્ટલ પર કોર્ટ કેસોનું ઈ-ફાઈલિંગ શરૂ થતાં અરજદારોને ૩થી ૪ દિવસમાં તારીખ ફાળવવામાં આવતી હોવાનું અને ત્રણ મહિનાથી વધુ સમયનો એક પણ કેસ પેન્‍ડિંગ ન હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું.

 ખાણ-ખનીજ વિભાગ સહિત સરકારી વિભાગોની કામગીરી પર દેખરેખ જરૂરી

મોરબી જિલ્લામાં ખાણ-ખનીજને લગતી કામગીરી અને ગેરકાયદે ખનન, વહન તથા સંગ્રહ સામે કાર્યવાહી કરવી પણ મહેસૂલી તંત્રની મહત્‍વપૂર્ણ જવાબદારી છે.

જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગની કામગીરીમાં પારદર્શિતા રહે, ગેરરીતિઓ સામે નિષ્‍પક્ષ કાર્યવાહી થાય અને કોઈપણ પ્રકારની સાંઠગાંઠને સ્‍થાન ન મળે તે માટે વહીવટી તંત્રની સતત દેખરેખ જરૂરી છે. કલેક્‍ટરની વિભાગીય સમીક્ષા અને આકસ્‍મિક મુલાકાતોના અભિગમથી આવી કામગીરી પર પણ જવાબદારી વધવાની અપેક્ષા છે.

 ઓફિસની મુલાકાત લઈને નવી સુવિધા માટે જમીનનો માર્ગ મોકળો કરવાનો પ્રયાસ

સ્‍વપિ્નલ ખરેની કામગીરીમાં એક અલગ બાબત એ પણ રહી કે તેમણે મોરબી મુખ્‍ય પોસ્‍ટ ઓફિસ ઉપરાંત ટંકારા પોસ્‍ટ ઓફિસની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી.

ટપાલ બુકિંગ, વિતરણ, રોકડ વ્‍યવસ્‍થાપન, આધાર નોંધણી સહિતની કામગીરીનું નિરીક્ષણ કરીને પોસ્‍ટલ અધિકારીઓને નવી કચેરી માટે યોગ્‍ય જમીન કે જગ્‍યાની માંગણી કરવા માર્ગદર્શન આપ્‍યું હતું. સરકારી વિભાગને જરૂરી સુવિધા ઊભી કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા કેવી રીતે ઉપયોગી બની શકે તેનું આ એક ઉદાહરણ છે.

ગ્રામ્‍ય વિસ્‍તારોના પ્રશ્‍નો સાંભળવા ગામડાઓ સુધી પહોંચ્‍યા

માત્ર કચેરીમાં બેસીને વહીવટ ચલાવવાને બદલે ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈને સ્‍થાનિક પ્ર‘ો સમજવાનો અભિગમ પણ જોવા મળ્‍યો છે.

અદેપર ગામની મુલાકાત દરમિયાન શાળા, આંગણવાડી, સરકારી પડતર જમીન, ગૌચર અને મચ્‍છુ ડેમમાં ડૂબમાં ગયેલી જમીનના સર્વે નંબરો સહિતના મુદ્દાઓની સ્‍થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

 સ્‍વચ્‍છતા અભિયાનથી લઈને જાહેર સુવિધાઓ સુધી ધ્‍યાન

ગાંધી જયંતીના દિવસે કલેક્‍ટર કચેરીમાં શ્નસ્‍વચ્‍છતા હી સેવાઙ્ખ અભિયાન અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શ્રમદાન કરવામાં આવ્‍યું હતું. આ સાથે રેકર્ડ રૂમ, ટેરેસ અને કચેરીના અન્‍ય વિભાગોની પણ તપાસ કરીને સ્‍વચ્‍છતા તથા સરકારી રેકર્ડની જાળવણી અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

બીજી તરફ, મોરબીમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક સામેની કાર્યવાહી અને સ્‍વચ્‍છતા જાળવવા માટેની ઝુંબેશને પણ વેગ આપવાના પ્રયાસો થયા છે. દિવાળી પૂર્વે મોરબી પંથકને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા સફાઈ સહિતની કામગીરી પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું છે.

નાના-મોટા સરકારી કામોમાં વિલંબ અટકાવવા પ્રયાસ

સામાન્‍ય નાગરિકોને પોતાના રોજિંદા સરકારી કામ માટે કોઈ આગેવાન કે રાજકીય વ્‍યક્‍તિની ભલામણ કરાવવી ન પડે અને નિયમ મુજબની કામગીરી સમયસર થઈ શકે તે માટે તંત્રને જવાબદાર બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે.

સરકારી જમીનની માંગણી હોય, વિવિધ વિભાગોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની હોય કે પછી નાગરિકોની રજૂઆતોનો નિકાલ કરવાનો હોય, આવા પ્ર‘ોમાં સંબંધિત અધિકારીઓને સક્રિય કરી કામગીરી આગળ વધારવાનો અભિગમ અપનાવવામાં આવ્‍યો છે.

સામાન્‍ય નાગરિકોની અપેક્ષા એક જ :ભલામણ નહીં, નિયમ મુજબ કામ અને સમયસર ન્‍યાય!

મોરબી જિલ્લામાં સામાન્‍ય નાગરિકોને કોઈ રાજકીય આગેવાન કે અન્‍ય વ્‍યક્‍તિની ભલામણ વિના પોતાની યોગ્‍ય રજૂઆતના આધારે ન્‍યાય મળે, સરકારી કચેરીઓમાં બિનજરૂરી વિલંબ ન થાય, વર્ષોથી પડતર કેસોનો કાયદેસર નિકાલ આવે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે દરેક નાગરિકની અપેક્ષા છે.

કલેક્‍ટર સ્‍વપિ્નલ ખરે દ્વારા વિવિધ વિભાગોની મુલાકાતો, જમીન વિવાદોના ચુકાદા, ઓનલાઈન ફાઈલિંગ, સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ અને ગ્રામ્‍ય સ્‍તરે રૂબરૂ મુલાકાતો જેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે.

જોકે વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી માત્ર એક અધિકારી પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર જિલ્લા તંત્રમાં સતત જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે.

અંતે એટલું ચોક્કસ કહી શકાય કે કલેક્‍ટર કચેરીમાં બેસીને ફાઈલો જોવાની સાથે મેદાનમાં ઉતરીને કામગીરીની તપાસ કરવાનો અભિગમ મોરબી જિલ્લાના નાગરિકોમાં વહીવટી તંત્ર પાસેથી નવી અપેક્ષાઓ ઊભી કરી રહ્યો છે. હવે આ કામગીરીની સાતત્‍યતા જળવાય અને દરેક વિભાગમાં તેનો અમલ થાય તો મોરબી જિલ્લાના નાગરિકોને તેનો સીધો લાભ મળી શકે છે.

(1:03 PM IST)