તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
માળીયા હાટીના બ્રહ્મા કુમારીઝ સેવા કેન્દ્ર ખાતે દિવ્ય દીપોત્સવ પર્વની ઉજવણી

માળીયા હાટીનાઃ બ્રહ્મા કુમારી સેવા કેન્દ્ર ડાયમંડ પેલેસ ખાતે દીપોત્સવ પર્વ ની ઉજવણી કરવામાં આવી છે આ કાર્યક્રમ માં કેશોદ ગ્રુપ સેવા કેન્દ્રનાં ઇન્ચાર્જ બ્રહ્માકુમારી રૂપાબેન ઉપસ્થિત માં માળીયા હાટીના સેવા કેન્દ્રનાં ઇન્ચાર્જ બ્રહ્માકુમારી મીતાબેન બ્રહ્માકુમારી હીનાબેન, બ્રહ્માકુમારી દક્ષાબેન અને બ્રહ્માકુમારી અલ્પાબેન ઉપસ્થિત રહ્યાં હતા . બ્રહ્માકુમારી રૂપાબેને સૌને દિવાળીની આધ્યાત્મિક શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે દિવાળી માત્ર ઘરમાં દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ આપણા મન અને અંતરને જ્ઞાન, પવિત્રતા, પ્રેમ અને શાંતિના પ્રકાશથી ઉજ્જવળ બનાવવાનો પર્વ છે. આ કાર્યક્રમ માં મહેન્દ્રભાઈ ગાંધી, ડો. જતીનભાઈ મહેતા અગ્રણી વેપારી ભગવાનજીભાઈ સહિત મોટી સંખ્યા માં ધર્મ અને ભાઈઓ બહેનો અને બ્રહ્મ કુમારી સેવા કેન્દ્ર ના અનુયાયીઓ હાજર રહ્યાં હતા. (અહેવાલઃ મહેશ કાનાબાર)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
