તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટરે અરજદારોના પ્રશ્નો રૃબરૃ સાંભળ્યાઃ નાગરિકોની ૪૫ અરજીઓનો હકારાત્મક નિવારણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૩: જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટરે અરજદારોના પ્રશ્નો રૃબરૃ સાંભળ્યા હતા અને ૪૫ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કર્યું હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજિત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના રોડ રસ્તા, દબાણો હટાવવા, સ્વચ્છતા, સ્પીડ બ્રેકર મુકવા, વરસાદી પાણી નિકાલ, ટાઉન પ્લનાનીંગ યોજના, રેવન્યુ રેકર્ડ સુધારવા, પ્રમોલગેશ ક્ષતિ સુધારવા, રીસર્વે, ગ્રામ પંચાયતમાં નમૂના ૨માં નોંધ વગેરે પ્રશ્નો રજૂ થયા હતા. તે સંદર્ભમાં જિલ્લા કલેકટરે સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૃરી માર્ગદર્શન આપી પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધીકારી જયંતસિહ રાઠોર, પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ.જાડેજા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
