<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ભાવનગરમાં જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને વડાપાવ, ચોકલેટ અને કેકનું વિતરણ: શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ

જન્મદિવસની ઉજવણીને સેવા સાથે જોડીને આયોજિત આ કાર્યક્રમમાં બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ ઉઠી

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગરમાં સેવાકીય પ્રવૃત્તિનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરના વડવા ચાવડીગેટ મેલડી માતાના મંદિર નજીક ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વડાપાવ, ચોકલેટ, વેફર, કેક તથા કોલ્ડ્રીંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય જીશાનબેન ના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું.

જન્મદિવસની ઉજવણીને સેવા સાથે જોડીને આયોજિત આ કાર્યક્રમમાં બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ ઉઠી હતી. બાળકોએ વડાપાવ, કેક, ચોકલેટ અને કોલ્ડ્રીંક્સ મેળવીને આનંદ વ્યક્ત કર્યો હતો. નાના બાળકો માટે આ એક યાદગાર દિવસ બની રહ્યો હતો.
આ સેવા કાર્યમાં એડવોકેટ પિંકી રાહેજા, ડૉ. રીટાબેન રિઝવાની, નેન્સીબેન, કમલકુમાર સહિતના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા અને બાળકોને પ્રેમપૂર્વક વિતરણ કર્યું હતું.
 અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં આ સંસ્થા દ્વારા શહેરના પછાત વિસ્તારોમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનું ટ્રસ્ટનું સતત કાર્ય સમાજમાં પ્રેરણારૂપ બની રહ્યું છે.

(7:57 PM IST)