<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ઉનાના સૈયદ રાજપરામાં વિકટ સ્થિતિ : ખાણ વિસ્તાર જળમગ્ન :ઘરોમાં કમર સુધીના પાણી

અત્યાર સુધી કોઈ પણ જવાબદાર વહીવટી તંત્ર કે ગામના સરપંચ ત્યાં સહાય માટે પહોંચ્યા નથી, જેના કારણે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ગામનો ખાણ વિસ્તાર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ સંપૂર્ણપણે નાશ પામી છે.

સ્થાનિકો હાલ લાચાર છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. લોકો પાણીમાં ચાલીને કે અન્ય કોઈ સાધનોના ઉપયોગ દ્વારા જીવન ટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કોઈ પણ જવાબદાર વહીવટી તંત્ર કે ગામના સરપંચ ત્યાં સહાય માટે પહોંચ્યા નથી, જેના કારણે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ જો હજુ વરસાદ ચાલુ રહેશે, તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. સૈયદ રાજપરા ગામના લોકો હાલ કુદરતના કોપ અને તંત્રની ઉદાસીનતા વચ્ચે જીવી રહ્યા છે. શું આ અસરગ્રસ્તોને સમયસર મદદ મળશે કે પછી સ્થિતિ વધુ વિકરાળ બનશે? તે એક મોટો પ્રશ્ન છે.

(7:13 PM IST)