તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ભાવનગરમાં બીજા માળે ઈંટો ચઢાવતી વખતે વીજશોકથી દિવ્યાંગ શ્રમિકનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨૦:ઈન્દિરાનગર, આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ પ્રેમજીભાઈ મેર (ઉ.વ. ૨૫) મૂંગા-બહેરા દિવ્યાંગ હતા અને કડિયાકામમાં બેલદાર તરીકે મજૂરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. ધર્મેન્દ્રભાઈ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. પિતા મગજની બીમારીના કારણે નોકરી કરી શકતા નથી, જ્યારે માતા પણ બેલદાર તરીકે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવાળી બાદ મજૂરીનો પ્રથમ દિવસ જ પરિવાર માટે કાળ બનીને આવ્યો હતો.
સવારે તેઓ ઘરેથી મજૂરીકામે નીકળ્યા હતા. ચિત્રા વિસ્તારમાં શિવાનંદ-૩ સોસાયટીમાં ધર્મેન્દ્રસિંહ ગોહિલના મકાનમાં બીજા માળે ઈંટો ચઢાવવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન જીવંત વીજવાયર અડી જતાં તેમને જોરદાર વીજશોક લાગ્યો હતો. બનાવના ગણતરીના સમયમાં જ તેમને સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
બનાવની જાણ થતાં PGVCLની ટીમ અને બોરતળાવ પોલીસ દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સ્ટ્રીટલાઈટનો વાયર અને ર્અથિંગ વાયર ભેગા થવાથી વીજશોક લાગ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
