તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ઉના નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ અને ‘આપ'વચ્ચે સીધી ટક્કરઃ ૮ બેઠકો ઉપર ભાજપ બિનહરીફ
કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર ગુણવંતભાઇ તેમજ અન્ય પક્ષોના ૧૭ ઉમેદવારોના ફોર્મ રદઃ ૪ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાઃ ૨૮ બેઠકો ઉપર ૫૧ ઉમેદવારો મેદાનમાં

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૬: નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર ગુણવંતભાઇ તેમજ અન્ય પક્ષોના ૧૭ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. ૪ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર થઇ છે. ૮ બેઠકો ઉપર ભાજપ બિનહરીફ થયેલ છે. ઊના નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી માં ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે જંગ જામશે ૩૬ બેઠકો પૈકી આઠ સીટ બિન હરીફ થઈ આઠે બેઠક ભાજપ ને મળી ૨૮ બેઠકો સામે ૫૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ઊના નગર પાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી નવ વોર્ડ ની ૩૬ બેઠકો સામે ફોર્મ ભરવા ના છેલ્લા દિવસે ૮૦ ફોર્મ ભરાયા હતા. ચકાસણી વખતે એક માત્ર કોંગ્રેસ ના ઉમેદવાર ગુણવંતભાઈ તળાવિયાનું તેમજ ૧૭ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. ૬૩ માન્ય રહેલ હતા. આજે ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે ૪ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચી લીધા હતા. આઠ(૮) બેઠક બિન હરીફ જાહેર થઈ હતી.
જેમાં વોર્ડ નંબર ૨માં ચારે ઉમેદવાર બિન હરીફ વિજેતા બન્યા હતા. અન્ય ચાર બેઠકો પણ બિન હરીફ થઈ હતી આ આઠેય બેઠકો ભાજપ ને મળી છે. અત્યારે ૨૮ બેઠકો સામે ભાજપ ના ૨૮ સામે આમઆદમી પાર્ટી ના ૨૩ ઉમેદવારો ચૂંટણી જંગ માં છે કુલ ૫૧ ઉમેદવારોને આગામી ૨૬ના ઊના શહેર ના મતદારો મત નો ઉપયોગ કરી મતદાન કરશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
