તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
બામણબોરના દિનેશભાઇને વાંકાનેર બાઉન્ડ્રીએ અકસ્માત નડતાં મોત

રાજકોટ તા. ૨૮: બામણબોરમાં રહેતાં દિનેશભાઇ બીજલભાઇ બથવાર (ઉ.વ.૪૫)ને વાહન અકસ્માતમાં વાંકોનર નજીક ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ બામણબોર રહેતાં દિનેશભાઇ બથવાર તા. ૨૨ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી પાસે હતાં ત્યારે વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
