તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
કચ્છના રણોત્સવની મહેમાનગતિથી અભિભૂત થયા દિલજીત દોસાંઝ
સફેદ રણની મુલાકાત દરમિયાન કચ્છી સંસ્કળતિ, પરંપરા અને ટેન્ટ સિટીના આતિથ્યનો માણ્યો અનોખો અનુભવ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪: જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની મુલાકાત દરમિયાન અહીંની સંસ્કળતિ, પરંપરા અને મહેમાનગતિથી અભિભૂત થયા હતા. રણોત્સવની મુલાકાત દરમિયાન ટેન્ટ સિટીમાં રોકાણનો યાદગાર અનુભવ માણતા દિલજીત દોસાંઝે પોતાના આ પ્રવાસનો સુંદર વીડિયો સોશિયલ મીડિયા પરના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. કચ્છના રણની અલૌકિક સુંદરતા અને અહીંની આગવી મહેમાનગતિએ તેમનું મન મોહી લીધું હતું.
કચ્છની ધરતી પર પધારેલા દિલજીત દોસાંઝનું કચ્છી પરંપરા મુજબ આત્મીય અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે પરંપરાગત ઊંટગાડીની સવારીનો આનંદ માણ્યો હતો અને સફેદ રણના આહલાદક વાતાવરણમાં કચ્છની સમળદ્ધ લોકસંસ્કળતિ તથા ગુજરાતની સાંસ્કળતિક પરંપરાઓને નજીકથી નિહાળી હતી. રણોત્સવના સાંસ્કળતિક કાર્યક્રમમાં વિવિધ કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું, જેને દિલજીત દોસાંઝે મનભરીને બિરદાવ્યું હતું. તેમણે કલાકારોની કલા, પ્રતિભા અને સુંદર પ્રસ્તુતિની દિલથી પ્રશંસા કરી હતી.
કચ્છની ‘અતિથિ દેવો ભવઃ'ની પરંપરા, આગવી સંસ્કળતિ અને આત્મીય આવકારથી પ્રભાવિત થયેલા દિલજીત દોસાંઝે સફેદ રણની ધરતી પરથી પૂજ્ય ગુરુ નાનકદેવજીની જન્મજયંતી નિમિત્તે પ્રકાશ પર્વ ગુરુપરબની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આમ, રણોત્સવની મુલાકાત તેમના માટે માત્ર પ્રવાસ નહીં, પરંતુ કચ્છની સંસ્કળતિ, સંસ્કાર અને મહેમાનગતિને માણવાનો યાદગાર અનુભવ બની રહી હતી
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
