News of Sunday, 6th September 2026
દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન યાત્રાળુઓની નજર ચૂકવી ચોરી કરતી અલગ-અલગ ટોળકીના કુલ-૧૫ સાગરીતોને 1,86 લાખથી વધુના મુદામાલ સાથે એસઓજીએ ઝડપી લીધા
અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાંથી ભુતકાળમાં અન્ય જિલ્લાઓમાં ચોરી, લુંટ, પીક પોકેટીંગ, ચેઇન સ્નેચીંગ જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં વારંવાર પકડાયેલ શખ્શો દ્વારકા આવ્યાની બાતમી મળી હતી

(કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળિયા : નિર્લિપ્ત રાય, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ જયરાજસિંહ વાળા, પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા નાઓની દ્વારા દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવ-૨૦૨૬ દરમ્યાન દેશ-વિદેશથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભગવાનશ્રી દ્વારકાધીશજીના દર્શનાર્થે પધારતા હોય છે, સમગ્ર જન્માષ્ટમી ઉત્સવ -૨૦૨૬ શાંતીપુર્ણ માહોલમાં ઉજવાય અને કોઇ અનીચ્છનીય બનાવોના બને તે માટે આયોજનબદ્ધ રીતે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જાળવવા તથા હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીલકલ સોર્સનો મહત્તમ ઉપયોગ કરી, પીક પોકેટીંગ, ચેઇન સ્નેચીંગ તથા ચોરીઓમાં અગાઉ ઝડપાયેલ આરોપીઓના ડેટા બેઇઝ મેળવી, યાત્રીકોની ભીડનો લાભ લઇ, નઝર ચુકવી ચોરી કરતા શંકાસ્પદ ઇસમોને તાત્કાલીક ઝડપી લઇ કડક કાર્યવાહી કરવા વી.એ.રાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તથા વી.એન.શિંગરખીયા પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા નાઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
ગઇ તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજથી દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવ-૨૦૨૬ માં વી.એ.રાણા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તથા વી.એન.શિંગરખીયા પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ એસ.ઓ.જી.દેવભૂમિ દ્વારકાના પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમોની રચના કરી, તમામ ટીમોને સંકલનમાં રહી ભગવાનશ્રી દ્વારકાધીશજી જગત મંદીર તથા આસપાસના ભિડભાડ વાળા વિસ્તારોમાં યાત્રાળુઓ વધુ સંખ્યામાં હાજર હોય તે તમામ સ્થળોએ વોચમાં રહી શંકાસ્પદ ઇસમો દ્વારા થતી શંકાસ્પદ ગતીવિધીઓ ઉપર સતત નઝર રાખવા જણાવવામાં આવેલ.
જે અન્વયે એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, અશોકભાઇ રાણાભાઇ સવાણી, પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કિશોરસિંહ ભગુભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ મારખીભાઇ બેડીયાવદરા, નિતેશભાઇ દાનાભાઇ સાદીયા, હરદાસભાઇ જીવાભાઈ મોવર તથા પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજા તથા ડ્રા.એ.એસ.આઇ. લખમણભાઇ કરશનભાઇ આંબલીયા તથા ડ્રા.પોલીસ કોન્સ.જગદિશભાઈ લાખાભાઈ કરમુર એ રીતેના પોલીસ સ્ટાફ દ્વારા જન્માષ્ટમી બંદોબસ્ત-૨૦૨૬ અન્વયે પેટ્રોલીંગ દરમ્યાન સાથેના એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા તથા પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા કિશોરસિંહ ભગુભા જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાંથી ભુતકાળમાં અન્ય જિલ્લાઓમાં ચોરી, લુંટ, પીક પોકેટીંગ, ચેઇન સ્નેચીંગ જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં વારંવાર પકડાયેલ શખ્શો દ્વારકા ખાતે આવેલ છે, જેઓ હાલ દર્શાનાર્થે આવતા લોકોની ભીડનો ફાયદો ઉઠાવી અને દર્શનાર્થીઓની નજર ચુકવી તેઓના ખીસ્સામાંથી તેમજ પર્સ-પાકીટમાંથી પૈસાની ચોરી કરતા હોવાની હકીકતો મળેલ જે ખાનગી બાતમી આધારે તાત્કાલીક સંકલીત કાર્યવાહી કરી, હકીકત મુજબના વર્ણન વાળા અલગ અલગ બે ચોર ટોળકીઓના કુલ-૧૫ સભ્યોને, કુલ કિ.રૂ. ૧,૮૬, ૮૧૦/- ના મુદ્દામાલ સાથેપકડી પાડવામાં આવેલ. સદરહુ તમામ આરોપીઓએ કડક પુછપરછ દરમ્યાન એકબિજાની મદદગીરી કરી શ્રી દ્વારકાધિશજીના નિજમંદિર તથા આસપાસના લિકભાડ વાળા વિસ્તારમાં અગાઉથી ટાર્ગેટ કરેલ યાત્રિકોની નઝર ચુકવી ચોરીઓ કરતા હોવાની કબુલાત આપેલ તમામ આરોપીઓના નામ, સરનામાં તથા અન્ય માહીતીઓના ડેટા સાથે ગુજરાત પોલીસના ઇ-ગુજકોપ પોર્ટલ તેમજ ICUS પોર્ટલના મદદથી તમામ આરોપીઓ ગુન્હાહીત ઇતિહાસ તપાસ કરતા બન્ને ચોર ટોળકીમાંથી મોટા ભાગના આરોપીઓ વિરૂધ્ધમાં ઘરફોડ ચોરીઓ, ટ્રેઈનમાં યાત્રીકોના સર સામાનની ચોરી, ખીરસામાંથી રોકડ રકમ ચોરી કરવી તથા પાકીટ ચોરી, નઝર ચુકવી સોના-ચાંદીના દાગીનાની ચોરી, ચેઇન સ્નેચીંગ. ભંગાર ચોરી, મારા મારી, પ્રોહીબીશન જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓ એકથી વધુ વખત નોંધાચેલ હોવાનું પ્રાથીમક જણાઈ આવેલ. જેથી તમામ આરોપીઓને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ તથા બી.એન.એસ. કલમ ૧૧૨(૨), ૩૦૩(૨). ૬૧(૨), ૫૪ મુજબ કાયદેસરની કાર્યવાહી પુર્ણ કરી, હાલ વધુ પુછપરછ હાથ દારવામાં આવેલ છે.
તા.૦૪/૦૯/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ આરોપી :-
(૧) દિપક ઉર્ફે પમ્પો મનોજભાઈ દંતાની, ઉ.વ.૨૨, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઈ વાડી, તા.જી.અમદાવાદ
(૨) આશિષ મહેન્દ્રભાઈ દેશભ્રાતર, ઉ.વ.૨૩, ધંધો-મજૂરી, રહે. અમદાવાદ, અમરાઈવાડી, તા.જી.અમદાવાદ
(૩) બીપીન ઉર્ફે દિપક ગોપાલભાઈ દંતાનીયા, ઉ.વ.૨૮, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઇવાડી, મણીનગર, તા.જી.અમદાવાદ
(૪) શનિ ઈશ્વરભાઈ દંતાની, ઉ.વ.૨૩, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઈવાડી, તા.જી.અમદાવાદ
(૫) રૂપેશ શંકરભાઈ ઠાકોર, ઉ.વ.૨૬, ધંધો-મજૂરી, રહે.મહેમદાવાદ, પાણીની ટાંકી સામે, જિ.ખેડા
(૬) રાજેશ ગરીબદાસ દેવીપુજક, ઉ.વ.૪૫, ધંધો-મજૂરી, રહે.મહેમદાવાદ, રેલ્વે સ્ટેશનની બાજુમાં, જિ.ખેડા
(૭) રમણ વાડીલાલ દંતાણી, ઉ.વ.૪૧, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઇવાડી, તા.જી.અમદાવાદ
(૮) દીપક રાજુભાઈ કંકોડીયા, ઉ.વ.૩૧, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, ગોમતીપુરની બાજુમાં, તા.જી. અમદાવાદ
(૯) રૂદ્ર સુનિલભાઈ રાવલ, ઉ.વ.૨૨, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઈ વાડી, તા.જી.અમદાવાદ
તા.૦૪/૦૯/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ આરોપી :-
(૧૦) અજય હસુભાઇ દંતાણી, ઉ.વ.૨૨, ધંધો.મજુરી, રહે.કરશનપુર ટીટોડા ગામ, તા.જી.ગાંધીનગર
( ૧૧) હર્ષદકુમાર કાળુભાઇ મારૂ, ઉ.વ.૨૯, ધંધો. છુટક મજુરી, રહે. હનમાન રોડ, અમરાઈ વાડી, તા.જી.અમદાવાદ
(૧૨) કરણ ગોપાલભાઈ દાંતલિયા, ધંધો.રી.ડ્રા રહે.વાસણા પાલડી તા.જી.અમદાવાદ
(૧૩) કરણ ગોવીંદભાઇ દેવીપુત્ર, ધંધો.છુટક મજુરી રહે.હરીપુરા, માસ્તરની ચાલી તા.જી.અમદાવાદ
(૧૪) રવીભાઈ જગદીશભાઈ, ધંધો.છુટક મજુરી રહે. હરીપુરા, મણીનગર તા.જી.અમદાવાદ
(૧૫) શની અશોકભાઈ દંતાણી, ઉ.વ.૨૫ ધંધો.છુટક મજુરી રહે. અમરાઇ વાડી, તા.જી.અમદાવાદ
બન્ને ચોર ટોળકીના પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) કુલ રોકડા રૂ.૭૧,૩૧૦/-
(૨) મોબાઇલ નંગ-૧૪, કિ.રૂ.૧,૧૫,૫૦૦/-
(૩) સોના ચાંદીના દાગીના કાપવા માટે વાપરવામાં આવતુ કટર, કિ.રૂ.૦૦/-
કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૮૬,૮૧૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
(૧) વી.એ.રાણા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૨) વી.એન.શિંગરખીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૩) રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, એ.એસ.આઇ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૪) દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા, એ.એસ.આઇ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૫) અશોકભાઈ રાણાભાઈ સવાણી, એ.એસ.આઈ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૬) ભિખાભાઈ નગાભાઈ ગાગીયા, એ.એસ.આઈ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૭) ઇરફાન આદમભાઈ ખીરા, એ.એસ.આઇ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૮) પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એ.એસ.આઈ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૯) કિશોરસિંહ ભગુભા જાડેજા, એ.એસ.આઈ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૧૦) ભરતભાઈ મારખીભાઈ બેડીયાવદરા, પોલીસ હેડ કોન્સટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૧૧) નિતેશભાઈ દાનાભાઈ સાદીયા, પોલીસ હેડ કોન્સટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૧૨) હરદાસભાઈ જીવાભાઈ મોવર, પોલીસ હેડ કોન્સટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૧૩) યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, પોલીસ કોન્સટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૧૪) કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજા, પોલીસ કોન્સટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૧૫) લખમણભાઈ કરશનભાઈ આંબલીયા, ડ્રા.એ.એસ.આઈ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૧૬) દિનેશભાઈ દેવશીભાઈ ચાવડા, ડ્રા.પોલીસ હેડ કોન્સટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(૧૭) જગદિશભાઈ લાખાભાઈ કરમુર, ડ્રા.પોલીસ કોન્સટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
