તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
વિસાવદર પંથકમાં ધુળીયા રસ્તા, સિંહની ડણક વચ્ચે ગામેગામ અને લાંબા રૂટની બસો દોડતીઃ સમયાંતરે કેટલાયે રૂટ બંધ
અનેકવિધ કારણોને લીધે એસ.ટી.ની સુવિધા વધવાને બદલે ઘટી..!! વિસાવદર એસ.ટી.બસ વ્યવહારની ગઈકાલ, આજ અને આવતીકાલઃ રસપ્રદ વિશ્લેષણ : વિસાવદર પંથકમાં વિતેલા વખતે રસ્તાના ઠેકાણા ન હતા, નદી-નાળા પર નાલા-પુલીયા ન હતા.. છતાંયે સાહસિક ડ્રાઈવરો પોતાના જોખમે વરસાદી પુરમાં બસ નદીમાં નાખી સામે કાંઠે ચડાવી ગામડે બસ પહોંચાડતાઃ ઘણી બસો ગામડે જ રાત્રી રોકાણ કરતી અને બસના ડ્રાઇવર-કંડકટર ગામને ચોરે બસ રાખી, રાતનુ વાળું કરી બસમાં જ સુઈ જતાઃ વહેલી સવારે બસનુ હોર્ન વગાડતા જ શિયાળાની કડકડતી ઠંડીમાં શાલ ઓઢીને કે, ચોમાસામાં પલળતા વરસાદે ગ્રામજનો બસ પકડતાઃ વિસાવદર ગીરનુ પ્રવેશ દ્વાર હોવાથી ગામડાની બસોમાં રસ્તામાં જ સિંહ સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળતા : સતાધારના લીધે લાંબા રૂટની બસોનો લાભ મળતોઃ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીકાળમાં અદ્યતન એસ.ટી.બસ સ્ટેશન મળ્યુ પરંતુ સમયાંતરે ખોટના બહાના તળે એસ.ટી.એ અનેક રૂટો બંધ કર્યાઃ મીટર ગેજ ટ્રેનની સુવિધા દિવસે દિવસે ઘટી અને એસ.ટી.બસોની સુવિધાઓમાં પણ દિન-પ્રતિદિન ઘટાડો નોંધાતા સામાન્ય આમજનતાની અકળામણ વધી છેઃ સમગ્ર ભારત દેશ ગામડાનો બનેલો દેશ છે, ગામડા સુખી તો દેશ સુખી સુત્રને વાસ્તવિક ચરિતાર્થ કરવુ હોય તો એસ.ટી., રેલવેની સરકારી પરિવહન સુવિધા પ્રજાહિતમાં અનિવાર્ય છે

વિસાવદર,તા.૨૨: ગિરનારની ગોદમાં અને સતાધારની સમીપે આવેલ વિસાવદર પંથકમાં વિતેલા વખતમાં ધુળીયા રસ્તા, સિહની ડણક વચ્ચે ગામેગામ અને યાત્રાધામો, મહાનગરોને જોડતી લાંબા રૂટની બસો નિયમિત દોડતી હતી. સમયાંતરે કેટલાયે રૂટ બંધ થયા..અનેકવિધ કારણોને લીધે એસ.ટી.ની સુવિધા વધવાને બદલે ઘટી..!! વિસાવદર એસ.ટી.બસ વ્યવહારની ગઈકાલ, આજ અને આવતીકાલનુ સંકલિત માહિતીના આધારે અહીં રસપ્રદ વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે.
વિસાવદર પંથકમાં વિતેલા વખતે રસ્તાના ઠેકાણા ન હતા, નદી-નાળા પર નાલા-પુલીયા ન હતા.. છતાંયે સાહસિક ડ્રાઈવરો પોતાના જોખમે વરસાદી પુરમાં બસ નદીમાં નાખી સામે કાંઠે ચડાવી ગામડે બસ પહોંચડતા હતા. ઘણી બસો ગામડે જ રાત્રી રોકાણ કરતી અને બસના ડ્રાઇવર-કંડકટર ગામને ચોરે બસ રાખી, રાતનુ વાળું (ભોજન) કરી બસમાં જ સુઈ જતા હતા. વહેલી સવારે બસનુ હોર્ન વગાડતા જ શિયાળાની કડકડતી ઠંડીમાં શાલ ઓઢીને કે, ચોમાસામાં પલળતા વરસાદે ગ્રામજનો બસ પકડતા હતા. વિસાવદર ગીરનુ પ્રવેશ દ્વાર હોવાથી ગામડાની બસોમાં રસ્તામાં જ સિહ સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળતા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધારના લીધે લાંબા રૂટની બસોનો લાભ મળતો હતો. કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીકાળમાં વિસાવદરને અદ્યતન એસ.ટી.બસ સ્ટેશન મળ્યુ પરંતુ સમયાંતરે ખોટના બહાના તળે એસ.ટી.એ અનેક રૂટો બંધ કર્યા કર્યા છે. મીટર ગેજ ટ્રેનની સુવિધા દિવસે દિવસે ઘટી અને એસ.ટી.બસોની સુવિધાઓમાં પણ દિન-પ્રતિદિન ઘટાડો નોંધાતા સામાન્ય આમજનતાની અકળામણ વધી છે. સમગ્ર ભારત દેશ ગામડાનો બનેલો દેશ છે, ગામડા સુખી તો દેશ સુખી સુત્રને વાસ્તવિક ચરિતાર્થ કરવુ હોય તો એસ.ટી., રેલવેની સરકારી પરિવહન સુવિધા પ્રજાહિતમાં અનિવાર્ય છે તેવો સાર્વત્રિક લોકમત છે.
ઞિરનુ પ્રવેશ દ્વાર ગણાતા, બિલકુલ કૃષિ આધારિત વિસાવદર પંથકના ગ્રામીણ અર્થતંત્ર અને સામાજિક જીવનને ધબકતું રાખવામાં એસ.ટી. બસ સેવાનો ફાળો અમૂલ્ય રહ્યો છે. પરંતુ, સમય બદલાયો, રસ્તાઓ સીધા અને ડામરના થયા, ટેકનોલોજી આવી, છતાં આヘર્યની વાત એ છે કે વિસાવદર પંથકને જોડતી એસ.ટી.ની સુવિધા વધવાને બદલે ઘટી હોવાની લોક ફરિયાદ છે! ગઈકાલના ધમધમતા રૂટો અને આજની સુમસામ સ્થિતિ પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. સુવિધા ઘટવા પાછળના મુખ્ય કારણોમાં ખાનગી વાહનોનું આક્રમણ ઉપરાંત છેલ્લા દોઢ-બે દાયકામાં ગામડે-ગામડે ખાનગી લક્ઝરી બસો, છકડા રીક્ષાઓ અને ખાસ કરીને 'ઈકો' મીની લકઝરી બસો જેવી પ્રાઈવેટ ગાડીઓનું પ્રમાણ અસાધારણ વધી ગયું છે. મુસાફરોને ઘર આંગણેથી જ વાહન મળી જતાં એસ.ટી.ના લોકલ મુસાફરો તૂટ્યા છે. ખોટનું બહાનું અને લોકલાગણી અને માંગણી પ્રત્યે તંત્રની ઉદાસીનતા પણ એક કારણ ગણાવાય રહ્યુ છે.
મુસાફરો ઘટવાના કારણે એસ.ટી. નિગમે આ રૂટ ખોટમાં ચાલે છે' તેવું ગણિત માંડીને વિસાવદર તાલુકાના અનેક રૂટો બંધ કરી દીધા છે અથવા તેના ફેરા ઘટાડી નાખ્યા છે. બીજું કારણ સ્ટાફ અને બસોની અછતનુ ગણાવાય છે. સમયાંતરે વિસાવદરને જોડતા રૂટો પર પૂરતો સ્ટાફ ડ્રાઈવર-કંડક્ટર કે નવી બસો ફાળવવામાં ન આવી અને જૂની અને ખખડધજ બસો વારંવાર રસ્તામાં બગડતી હોવાનુ એક કારણ પણ માનવામાં આવી રહ્યું છે.
વિસાવદર પંથકના નાનામાં નાના ગામડા કે નેસડા સુધી પહેલાંનાં સમયમાં રોજની બસો દોડતી હતી. હાલ માત્ર નફાકારક અને મુખ્ય ગામ-શહેરો હાઈવેના રૂટો ચાલુ છે, આંતરિક ગામડાના ઘણા રૂટો પહેલાના પ્રમાણમાં ઓછા ચાલુ હોવાનું કહેવાય છે.
ભૂતકાળમાં રાત્રિ રોકાણની બસ ગામડાના ચોરે બસોનું રાત્રિ રોકાણ થતું, જેથી સવારે દૂધવાળા, શાકભાજીવાળા અને મુસાફરો વહેલા તાલુકા મથકે પહોંચી શકતા હતા. ગામડાઓમાં નાઈટ બસો રોકવાનું ઘણુ ઓછુ થઈ ગયું છે. પહેલા એસ.ટી. એ જ ગામડાની એકમાત્ર લાઈફલાઈન હતી. ડ્રાઈવર-કંડક્ટર ઘરના સભ્યો જેવા ગણાતા..લોકો હોંશે હોંશે એસ.ટી.નો ઉપયોગ કરતા હતા, અત્યારે ખાનગી વાહનો પણ એટલા જ દોડે છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર અને જૂનાગઢના ગિરનાર પરિક્રમા, શિવરાત્રીના મેળામાં વાયા વિસાવદર થઈ એક્સ્ટ્રા બસો દોડાવાય છે પણ ખાનગી ટ્રાવેલ્સ અને પોતાના પ્રાઈવેટ વાહનોમાં અવરજવર કરનારાની સંખ્યા પણ મોટી છે.
વિસાવદર પંથકના છેવાડાના મુસાફરો એસ.ટી.ની અપુરતી સુવિધા અંગે વેદના ઠાલવી રહ્યા છે. વિતેલા વખતે જે ધૂળિયા રસ્તાઓ પર સિહની ડણક વચ્ચે પણ સાહસિક ડ્રાઈવરો રાત-દિવસ જોયા વગર બસ પહોંચાડતા, આજે ત્યાં પાકા રસ્તા હોવા છતાં એસ.ટી.બસની સુવિધા અપુરતી હોવાનો ગણગણાટ છે. મોટેભાગે આજે સ્થિતિ એવી છે કે વિસાવદર ગીર અને ગ્રામ્ય પંથકમાં એસ.ટી.ની અપુરતી સુવિધાના લીધે ખાનગી વાહનોની રાહ જોઈને ઉભા રહેવું પડે છે..!!
એક સમયે જે વિસાવદર પંથક એસ.ટી. આખા સોરઠમાં પોતાની ભૌગોલિક વિશિષ્ટતા અને માતબર આવક માટે જાણીતો હતો, તે આજે સ્થિતિ બિલકુલ અલગ છે. ધૂળિયા રસ્તા, સિહની ડણક અને વિસાવદર એસ.ટી.ની ખાટી-મીઠી સફર એક દસ્તાવેજ સ્વરૂપ બની રહ્યો છે.
વિસાવદર શહેરમાં આજની તારીખે જૂના બસ સ્ટેન્ડ ચોકનુ અસ્તિત્વ છે.. કહેવાય છે કે, સૌપ્રથમ ત્યાં બસો થોભતી, એકત્રિત થતી.. સમયાંતરે જૂનાગઢ રોડ પર એસ.ટી.બસ સ્ટેન્ડ કાર્યરત થયુ અને કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીકાળમાં અદ્યતન એસ.ટી.બસનુ નિર્માણ થયું હતું.
વિસાવદર એસ.ટી. અને તેના બસ વ્યવહાર સાથે કેટલીક એવી ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક કડીઓ જોડાયેલી છે, જે તેને ગુજરાતના અન્ય સ્ટેન્ડ કરતાં સાવ અનોખું અને વિશિષ્ટ બનાવે છે..વિસાવદરની સૌથી મોટી ભૌગોલિક વિશેષતા એ છે કે તેના અમુક રૂટો ગીરના ગાઢ જંગલ અને નેસડાઓમાંથી પસાર થાય છે. વિસાવદરથી સાસણ, તુલસીશ્યામ સહિતના ગીરના અંતરિયાળ ગામડા તરફ જતી રાત્રિની કે વહેલી સવારની બસોના ડ્રાઈવર-કંડક્ટરો માટે રસ્તામાં સિહ પરિવાર કે દીપડા જોવા મળવા એ બહુ સામાન્ય વાત છે. ઘણીવાર સિહનું ટોળું રસ્તા વચ્ચે જ આરામ કરતું હોય, ત્યારે એસ.ટી.ના અનુભવી ડ્રાઈવરો હેડલાઈટ ડીમ કરી, હોર્ન વગાડ્યા વગર વનરાજ રસ્તો ખાલી કરે ત્યાં સુધી શાંતિથી બસ ઊભી રાખતા. પ્રકૃતિ અને વન્યજીવો સાથેનો આવો સુમેળભર્યો વ્યવહાર અન્ય ક્યાંય જોવા મળતો નથી.
જૂનાગઢમાં યોજાતો મહાશિવરાત્રીનો ભવનાથનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા વખતે વિસાવદર ‘એસ.ટી. કંટ્રોલ પોઈન્ટ' મહત્વનો બની જતો..કાઠિયાવાડ, અમરેલી અને લાઠી-બાબરા તરફથી આવતા યાત્રિકો વાયા વિસાવદર થઈને જૂનાગઢ પહોંચતા..આ દિવસોમાં વિસાવદર એસટી સ્ટેન્ડ સતત ધમધમતુ અને એસ.ટી.ના મિકેનિક્સથી લઈને વહીવટી સ્ટાફ રસ્તા પર ઊભા રહીને એક્સ્ટ્રા બસો દોડાવતા.. સાધુ-સંતો અને ભજાનિકો, ભાવિકોથી આખું બસ સ્ટેન્ડ ગુંજી ઉભરાઈ જતુ હતું.
વિસાવદરમાં મીટરગેજ રેલ્વે અને એસ.ટી. વચ્ચેની ‘જુગલબંધી'ની બાબત પણ રસપ્રદ છે..વિસાવદર એ ઐતિહાસિક મીટરગેજ રેલ્વેનું મોટું જંક્શન રહ્યું છે (જેમ કે જૂનાગઢ-અમરેલી-વેરાવળ-દેલવાડા લાઈન). ભૂતકાળમાં એસ.ટી.ના ટાઈમટેબલ ટ્રેનના સમય સાથે સેટ કરવામાં આવતા.. ટ્રેન આવે એટલે સ્ટેશન બહાર એસ.ટી. બસો લાઈનસર ઊભી જ હોય. ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો સીધા બસમાં બેસીને ગીરના અંતરિયાળ ગામડાઓમાં પહોંચી જતા. રેલ્વે અને એસ.ટી. વચ્ચેનો આવો તાલમેલ વિસાવદરની પરિવહન વ્યવસ્થાની મોટી વિશેષતા હતી.
ભૂતકાળમાં ચોમાસા દરમિયાન ગીર પંથકના રસ્તાઓ ધોવાઈ જતા. કાચા રસ્તા, કાદવ-કીચડ અને નદીઓ પર પુલ ન હોવા છતાં, વિસાવદર રૂટના એસ.ટી. ડ્રાઈવરો પોતાની કોઠાસૂઝથી હોડીની જેમ બસને વહેણમાંથી હેમખેમ કાઢી લેતા. ગીરના લોકો આજેય એ જૂના ડ્રાઈવરોની ડ્રાઈવિગ સ્કિલના ગુણગાન ગાય છે. એ સમયે ડ્રાઈવર-કંડક્ટર માત્ર સરકારી કર્મચારી નહોતા, પણ ગામ લોકોના સુખ-દુઃખના સાથી હતા. કોઈ બીમાર હોય તો તેને હોસ્પિટલ પહોંચાડવા બસ સહેજ વહેલી કે મોડી પણ કરતા લેશમાત્ર ખચકાતા નહીં..આજે ઘરેઘરે વાહનની સગવડતા, ખાનગી ‘મિની બસ' (છોટા હાથી) યુગ છે. આમછતાંય ઙ્કસલામત સવારી એસ.ટી.હમારીઙ્ઘનાં સુત્રને વાસ્તવિક રીતે સાર્થક કરવા લોકો સજ્જ છે.
વિસાવદર એસ.ટી. વ્યવહાર એ વિતેલા વખતે માત્ર મુસાફરીનું સાધન નહીં, પણ ગીરના ડાયરા, સતાધારની પરંપરા, સિહોની ડણક અને સોરઠી મહેમાનગતિને પોતાના પરિવહનના માધ્યમ તળે ધબકતી રાખનારો લોક-સંસ્કૃતિનો જીવતો જાગતો હિસ્સો છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવા અદભૂત છે. આજે પણ વિસાવદરને જોડતા સંખ્યાબંધ રૂટો અનેકવિધ પડકારોના વચ્ચે ચાલી રહ્યા છે.. પરંતુ પ્રારંભિક, મધ્ય અને વર્તમાન આ ત્રણ તબક્કાની તુલનામાં સમગ્ર વિસાવદર પંથકની વસ્તી વધી, વિસ્તાર વધ્યા એ દ્રષ્ટિએ એસ.ટી.ની સુવિધા અપુરતી હોવાની લોકોમાં વ્યાપક માન્યતા છે.
વયોવૃદ્ધ લોકોના કહેવા પ્રમાણે શરૂઆતમા સને-૧૯૬૦થી ૧૯૭૦ના ગાળામાં જૂની લાકડાની બોડીવાળી બસો, માત્ર લોકલ રૂટો, કાચા રસ્તામાં બસ આવવી એ ઉત્સવ જેવું હતું, લોકો કલાકો સુધી રાહ જોતા..મધ્યાંતર સમયે સને-૧૯૮૦થી૨૦૦૦ દરમિયાન રૂટોનો વ્યાપક ફેલાવો, રાત્રિ રોકાણ બસો, એક્સપ્રેસ સેવાઓનો પ્રારંભ, એસ.ટી. જીવનની મુખ્ય ધમની બની ગઈ. બસો મુસાફરોથી ખિચોખિચ ભરાતી...અને છેલ્લે સને-૨૦૨૦-૨૦૨૬ દરમિયાન મીની બસો, સ્લીપર કોચ, જીપીએસ ટ્રેકિગ, ઓનલાઈન બુકિગ. ખાનગી વાહનોની સ્પર્ધા, છતાં વિદ્યાર્થીઓ અને ગ્રામીણ જનતા માટે એસ,ટી,લાઈફલાઈનની જેમ અડીખમ ઉભી છે..! આજે પણ અનેકવિધ પડકારો વચ્ચે એસ.ટી.ની સેવા નોંધનીય છે.
વિસાવદર એસ.ટી.ની યાદગાર ખાટી-મીઠી વાતો અને ગ્રામીણ સંસ્કૃતિ પણ અજોડ છે..વિસાવદર એસ.ટી. સાથે જોડાયેલી જૂની વાતો આજે પણ વડીલોની આંખોમાં હરખના આંસુ લાવી દે છે.
ગામડામાં રાત્રિ રોકાણ (નાઈટ બસ) એ જમાનામાં છેવાડાના ગામડાના લોકોને સવારે તાલુકે પહોંચાડવા માટે બસ રાત્રે જે-તે ગામમાં જ રોકાતી. ગામના પાદરે કે ચોરા પાસે બસ પાર્ક થતી..બસમાં જ સુઈ રહેવાનું, બસના ડ્રાઈવર અને કંડક્ટર એ ગામના જ મહેમાન બની જતા. ગામના લોકો હોંશે-હોંશે એમના માટે ઘરેથી ગરમાગરમ રોટલા, દૂધ અને શાકનું ટિફિન પહોંચાડતા. જમ્યા પછી ડ્રાઈવર-કંડક્ટર બસની સીટો આડી કરીને તેના પર જ પથારી કરીને સુઈ જતા. સવારે વહેલા ૫ વાગ્યે કંડક્ટર બસની છત પર લાગેલી ઘંટડી વગાડે એટલે આખું ગામ જાગી જતું અને મુસાફરો બસ પકડવા દોડતા..કયારેક આખું ગામ બસને ધક્કો મારતું, ચોમાસામાં ગીર પંથકના નદી-નાળા છલકાતા અને રસ્તાઓ કાદવવાળા થતા..ઘણીવાર બસ કાદવમાં ખૂંપી જાય ત્યારે ડ્રાઈવર સાદ પાડે અને આખું ગામ ભેગું થઈને 'હૈસો.. હૈસો..' કરીને બસને ધક્કો મારી બહાર કાઢતું. એ ખાટી-મીઠી યાદોમાં એક અનોખો ભાવ અને સ્નેહ હતો.
છેલ્લે..ધૂળિયા માર્ગો પરથી શરૂ થયેલી વિસાવદર એસ.ટી.ની આ સફર આજે હાઈવેના ચળકાટ સુધી પહોંચી છે. ભલે આજે વૈભવી ગાડીઓ આવી ગઈ હોય, પણ વિસાવદરના સામાન્ય માણસ, મજૂર, ખેડૂત અને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે આજે પણ એસ.ટી. એ માત્ર વાહન નથી, પણ સુખ-દુઃખની સાથીદાર છે. તંત્ર દ્વારા બંધ થયેલા રૂટો ફરી શરૂ કરવામાં આવે તો આ પંથકની જનતાની પરિવહન સેવા સાચા અર્થમાં સાર્થક ગણાશે.. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ઙ્કસલામત સવારી એસ.ટી.હમારીઙ્ઘનાં સુત્રને જીવનનો એક હિસ્સો ગણાતા વિસાવદર પંથકના લોકોને એસ.ટી.બસની વધુમાં વધુ સુવિધા આપે તેવો પ્રબળ લોકમત છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
