News of Tuesday, 21st July 2026
ધ્રોલમાં ૨૫ હજારના બદલે રૂા. ૧.૧૫ લાખ વ્યાજ વસૂલ્યા છતાં પઠાણી ઉઘરાણી કરતા બે સામે ફરીયાદ
તોસીફ જુસબભાઇ દલ અને મુસ્તુફા સામે ગુન્હો નોંધીને તપાસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ર૧ :.. ધ્રોલમાં વ્યાજખોરી અને ધમકી આપવાના મામલે બે શખ્સો સામે ગુનો નોંધાતા ચકચાર મચી છે. પોલીસ ફરિયાદ મુજબ ચંદનવાસ ખાતે રહેતા જીવણભાઈ દેવજીભાઈ ચાવડા (ઉ.વ. ૩૯)એ વર્ષ ૨૦૨૩ના ઓગસ્ટ મહિનામાં આરોપી તોસીફ જુસબભાઈ દલ પાસેથી રૂા. ૨૫ હજાર માસિક ૧૦ ટકા વ્યાજે લીધા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મૂળ રકમ પરત ન આપી શકતા આરોપીએ દર મહિને રૂા. ૨,૫૦૦ મુજબ વ્યાજ વસૂલ્યું હતું અને અત્યાર સુધીમાં કુલ રૂા. ૧.૧૫ લાખ વ્યાજ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમ છતાં આરોપીઓએ મૂળ રકમ અને વધુ વ્યાજની બળજબરીપૂર્વક ઉઘરાણી કરી ફરિયાદી અને તેમના પિતાને ધમકીઓ આપી હતી.
આ મામલે ધ્રોલ પોલીસે તોસીફ જુસબભાઈ દલ અને મુસ્તુફા સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એચ.બી. સોઢિયા ચલાવી રહ્યા છે
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
