તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
ધ્રાંગધ્રા-સરા હાઇવે પર ઇકો કાર પલ્ટી : આઠ ઇજાગ્રસ્ત
સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત : ગંભીર ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રિફર કરાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૩: ધ્રાંગધ્રા-સરા હાઈવે પર રતનપર ગામ નજીક સાંજના સમયે એક ઇકો કાર પલટી મારી જતા કારમાં સવાર ચાલક સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તો કેટરિંગનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, ઇકો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર તમામ લોકો ધ્રાંગધ્રાના રહેવાસી છે અને કેટરિંગના કામ સાથે સંકળાયેલા છે.
અકસ્માત બાદ રાહદારીઓએ તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડ્યા હતા. વધુ ગંભીર ઇજા પામેલા લોકોને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તોમાં ફિરોજભાઈ હબીબભાઈ મમાણી ઉ.વ.૧૮, આશાબેન દલાભાઈ ચૌહાણ ઉ.વ.૨૧, ફીઝાબેન રફીકભાઈ ભટ્ટી ઉ.વ.૧૫, હીરાબેન ભરતભાઈ ચૌહાણ ઉ.વ.૧૫, મદીનાબેન રફીકભાઈ ભટ્ટી ઉ.વ.૪૦, નઝમીનબેન રફીકભાઈ ભટ્ટી ઉ.વ.૧૮, ફરઝાનાબેન આયુબભાઈ ભટ્ટી ઉ.વ.૧૬ અને રેશ્માબેન યશીનભાઈ ભટ્ટી ઉ.વ.૧૫નો સમાવેશ થાય છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
