તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
ધ્રાંગધ્રા રજવાડી રેસ્ટોરન્ટના મેનેજરે વોશરૂમમાં મહિલાઓના ફોટા પાડી બે લાખ પડાવ્યા
એક મહિનામાં વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવવાનો ત્રીજો બનાવ : પરણિતા અને નણંદના ફોટા વાયરલ કરવાની ધમકી આપી પતિને છૂટાછેડા માટે દબાણ કર્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રઃ ધ્રાંગધ્રા શહેરના ક્લબ રોડ સ્થિત રજવાડી રેસ્ટોરન્ટના મેનેજર આબિદ માલપરા સામે બ્લેકમેઇલિંગ અને ખંડણીનો ગુનો નોંધાયો છે. આરોપીએ પરણિતા સહિત બે મહિલાઓના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઈં ૨ લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ છે. ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસ ફરિયાદ મુજબ, થોડા મહિના પહેલા ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલા પોતાના પરિવાર સાથે રજવાડી રેસ્ટોરન્ટમાં ભોજન માટે ગઈ હતી. તે દરમિયાન મહિલા અને તેની નણંદ વોશરૂમમાં ગયા હતા. આ તકનો લાભ લઈ મેનેજર આબિદ માલપરાએ પાછળના રસ્તેથી વોશરૂમમાં પ્રવેશી બંનેના ફોટા પાડી લીધા હતા.
ત્યારબાદ આબિદે પરણિતાને તેના અને તેની નણંદના ફોટા બતાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેણે પોતાનો મોબાઈલ નંબર આપી વાતચીત કરવા દબાણ કર્યું હતું. ફોટા વાયરલ થવાના ડરથી પરણિતાએ મેનેજર સાથે વાતચીત શરૂ કરી હતી.
આ દરમિયાન આરોપીએ પરણિતા પાસેથી અત્યાર સુધીમાં કુલ રૂા. ૨ લાખ પડાવ્યા હતા. એટલું જ નહીં, તેણે પરણિતા પર તેના પતિને છૂટાછેડા આપવા માટે પણ દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વારંવાર રૂપિયાની માંગણી અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે પરણિતાએ સમગ્ર હકીકત પોતાના પરિવારને જણાવી હતી. પરિવારની હિંમતથી આબિદ માલપરા વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો છે.
ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા એક મહિનામાં વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓ અને સગીરાઓને ફસાવવાના આવા ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં એક યુવતીને ભગાડી મૈત્રી કરાર કરવાનો, સગીરા સાથે મિત્રતા કેળવી સોશિયલ મીડિયાના સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી પરિવારને બ્લેકમેઇલ કરવાનો, અને વર્તમાન કેસમાં પરણિતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂા. ૨ લાખ પડાવવાનો સમાવેશ થાય છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
