<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ધોરાજીમાં નકલી લેટરપેડ-સ્‍ટેમ્‍પ બનાવી ખોટી સહિ કરી દરગાહના ટ્રસ્‍ટમાં પુત્રને ટ્રીસ્‍ટી બનાવી દિધો!

કુતુબશાહ પીર દરગાહ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શબ્‍બીરભાઇ તથા તેના પુત્ર શાહિદ સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ર૭ :.. ધોરાજીમાં દરગાહના ટ્રસ્‍ટના નકલી લેટરપેડ તથા સ્‍ટેમ્‍પ બનાવી ખોટી સહિ કરી પુત્રને ટ્રસ્‍ટી બનાવી દેનાર ટ્રસ્‍ટી તથા તેના પુત્ર સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ અશરફ અલીભાઇ પટ્ટણી (બેલીમ) ધંધો વેપાર રહે. ધોરાજી, ચમાલીપા કુતુબશાહ દરગાહએ કુતુબશાહ પીર દરગાહ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી (૧) શબીર હાજીઇસ્‍માઇલ ગોડીલ તથા તેના પુત્ર શાહીદ શબીરભાઇ ગોડીલ રહે. ધોરાજી, ગુલશન એ વકાર સામે, ફુલવાડી રોડ રા. ધોરાજી જી. રાજકોટ રહે. હાલ સુરત, ટીવન્‍સ, હાઇટસ, ફલેટ નંબર બી-૩૦ર કોજે રોડ, અડાજણ  પાટીયા સુરત સામે ધોરાજી સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી તથા સાહેદો કુતુબશાહ પીર  દરગાહ ટ્રસ્‍ટ, ધોરાજીમાં ટ્રસ્‍ટીઓ તરીકે હોય જેમાં આરોપી નંબર (૧) ટ્રસ્‍ટી હોય અને તેના દીકરા આરોપી નંબર (ર)નું નામ કુતુબશાહ પીર દરગાહ ટ્રસ્‍ટમાં ખોટા બનાવટી લેટરપેડ તથા રબ્‍બર સ્‍ટેમ્‍પ બનાવડાવી ફરીયાદી તથા ટ્રસ્‍ટીઓની ખોટી સહીઓ કરી ગુનાહીત કાવતરૂ રચી છેતરપીંડી કરવાના ઇરાદાથી ખોટા દસ્‍તાવેજ બનાવી વકફ બોર્ડ સમક્ષ તેનો ખરા તરીકે ઉપયોગ કરેલ હોય અને કુતુબશાહ પીર દરગાહ ટ્રસ્‍ટ, ધોરાજીમાં ટ્રસ્‍ટી તરીકે નામ દાખલ કરાવી ગુન્‍હામાં એકબીજાની મદદગારી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે ધોરાજી પોલીસે ઉકત બન્ને પિતા-પુત્ર સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:03 PM IST)