News of Saturday, 3rd October 2026
ધોળાવીરાને ‘કેટેગરી-A’નો દરજ્જો મળ્યો :હવે તાજમહેલ અને લાલ કિલ્લા જેવા ઐતિહાસિક સ્મારકો સાથે નામ જોડાઈ ગયું
કચ્છના રણમાં વસેલું ધોળાવીરા હવે દેશના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારકોની હરોળમાં:નવા દરજ્જા બાદ ધોળાવીરાના સંરક્ષણથી લઈને પ્રવાસીઓની સુવિધાઓ સુધી અનેક બાબતોમાં ફેરફાર જોવા થશે : જાણો શું બદલાશે?

કચ્છ જિલ્લામાં આવેલા ઐતિહાસિક સ્થળ એવા ધોળાવીરાની શાન વધી છે. આ ઐતિહાસિક ધોળાવીરાને કેન્દ્ર સરકાર તરફથી ‘કેટેગરી-A’(શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ) નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ નવા દરજ્જા સાથે ધોળાવીરાનો સમાવેશ દેશના અતિ મહત્વના 30 રાષ્ટ્રીય સ્મારકોની શ્રેણીમાં થયો છે. હવે ધોળાવીરા તાજમહેલ, લાલ કિલ્લો અને હમ્પી જેવા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્મારકોની હરોળમાં આવી ગયું છે.
કેન્દ્ર સરકારે પ્રાચીન સ્મારકોના સંરક્ષણ માટેના વર્ષ 1959ના નિયમોમાં સુધારા કરી સુધારા નિયમો, 2026 જાહેર કર્યા છે. નવા માળખા હેઠળ સંરક્ષિત સ્મારકોને મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં ધોળાવીરાને સર્વોચ્ચ ગણાતી કેટેગરી-Aમાં સ્થાન મળ્યું છે. અગાઉ ગુજરાતમાંથી પાવાગઢ-ચંપાનેર અને પાટણની રાણી-કી-વાવનો પણ આ શ્રેણીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ધોળાવીરા પહેલેથી જ રાષ્ટ્રીય મહત્વના પ્રાચીન સ્મારક તરીકે સંરક્ષિત છે. UNESCO મુજબ સ્મારકની આસપાસ 100 મીટરનો Prohibited Area અને ત્યારબાદ 200 મીટરનો Regulated Area છે. આ વિસ્તારોમાં પ્રવૃત્તિઓ પર નિયમો લાગુ પડે છે. નવા નિયમો બાદ સંરક્ષણની દેખરેખ અને નિયંત્રણ વધુ મહત્વપૂર્ણ બનશે.
પ્રતિબંધિત વિસ્તારમાં નવા બાંધકામ પર નિયંત્રણ રહેશે. નિયંત્રિત વિસ્તારમાં કોઈ બાંધકામ અથવા વિકાસ કાર્ય માટે સંબંધિત મંજૂરીની જરૂર પડશે. સ્મારક વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ અને ઐતિહાસિક અવશેષોને નુકસાન પહોંચાડવા જેવી પ્રવૃત્તિ સામે પણ નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે.
ધોળાવીરા Harappan City તરીકે UNESCO World Heritage Site છે. 2021માં તેને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું હતું. (UNESCO World Heritage Centre) કેટેગરી-Aનો દરજ્જો મળવાથી સ્થળના સંરક્ષણ, પ્રવાસીઓ માટેની સુવિધાઓ અને વૈજ્ઞાનિક સંશોધન પર વધુ ધ્યાન કેન્દ્રિત થવાની શક્યતા છે. પ્રવેશ વ્યવસ્થા અને પ્રવાસીઓની સુવિધાઓ માટે પણ નિયમોમાં જરૂરી ફેરફારો થઈ શકે છે.
ધોળાવીરા કચ્છના ખડિરબેટ વિસ્તારમાં આવેલું પ્રાચીન નગર છે. ગુજરાત સરકાર પણ તેને ઐતિહાસિક સ્થળ તરીકે ઓળખાવે છે. કેટેગરી-Aનો દરજ્જો મળવો કચ્છના ઐતિહાસિક વારસા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનાથી ધોળાવીરાની રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બનવાની સાથે પ્રવાસન અને સંશોધન ક્ષેત્રે પણ નવી તકો ઊભી થઈ શકે છે.
ધોળાવીરાને ASIનો કેટેગરી-A દરજ્જો મળ્યો, તાજમહેલ-લાલ કિલ્લાની હરોળમાં સ્થાન, સંરક્ષણના નિયમો થશે વધુ કડક, નવા બાંધકામ પર નિયંત્રણ, પ્રવાસન અને સંશોધનને મળશે વેગ, કચ્છના ઐતિહાસિક વારસાને મળશે નવી રાષ્ટ્રીય ઓળખ
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
