તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર માં નદી બે કાંઠે : ઘેડ પંથકમાં ફીડરો ઠપ થતાં અંધારપટ
ગોરસર, બામણવાળા અને મોચા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાયો

ભાવનગરના તળાજા તાલુકાના નવા સાંગાણા, જાલવદર અને બેવડા પંથકમાં ધોધમાર વરસાદથી નવા સાંગાણા નજીકની નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેને જોવા લોકોના ટોળાં ઉમટ્યા હતા. પોરબંદરના કુતિયાણા અને ઘેડ પંથકના ભોગસર સહિતના ગામોમાં વરસાદને કારણે વીજ ફીડરો બંધ થઈ જતાં ગોરસર, બામણવાળા અને મોચા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો. બીજીતરફ અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં મીતિયાળા અને બાબરકોટ પંથકના માર્ગો પર નદીઓ વહેતી થઈ હતી.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
