<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

સાવરકુંડલાના ધ્‍યેયરાજસિંહે રશિયામાં ભારતની સંસ્‍કળતિ અને પ્રતિભાનું પ્રતિનિધિત્‍વ કર્યુ

આંતરરાષ્‍ટ્રીય મહોત્‍સવમાં ૧૯૧ દેશોના યુવા નેતાઓ અને વિદ્યાર્થીઓ વચ્‍ચે ભારતનું પ્રતિનિધિત્‍વ અતિથિ દેવો ભવ વિષય પર વક્‍તવ્‍ય આપી ભારતીય સંસ્‍કૃતિનો સંદેશો પહોંચાડ્‍યો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર :..   સાવરકુંડલા આર્ટ્‍સ અને કોમર્સ કોલેજના પ્રોફેસર અર્જુનસિંહ પરમારના દીકરા ધ્‍યેયરાજસિંહ પરમારે એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના ભાષાશાષા વિભાગ તથા રશિયન ભાષા વિભાગના માર્ગદર્શન હેઠળ રશિયાના યેકાતેરિનબર્ગ ખાતે યોજાયેલા આંતરરાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ ૨૦૨૬માં ભાગ લીધો હતો. આ મહોત્‍સવમાં સમગ્ર વિશ્વના ૧૯૧ દેશોમાંથી પસંદ થયેલા આશરે ૫ હજાર યુવા નેતાઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

     રશિયાના ચુવાશ પ્રજાસત્તાકના ચેબોક્‍સરી ખાતે યોજાયેલા રાષ્‍ટ્રીય સ્‍તરના પ્રાદેશિક કાર્યક્રમોમાં પણ ધ્‍યેયરાજસિંહ પરમારે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે અતિથિ દેવો ભવ વિષય પર વક્‍તવ્‍ય રજૂ કરી ભારતીય સંસ્‍કળતિમાં રહેલી મહેમાનગતિ, સંસ્‍કાર અને માનવતાના મૂલ્‍યોનો પરિચય આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ઉપસ્‍થિત શ્રોતાઓ સમક્ષ કરાવ્‍યો હતો.

આ સમગ્ર વૈશ્વિક શૈક્ષણિક અને સાંસ્‍કળતિક કાર્યક્રમનો ખર્ચ રશિયન સરકાર દ્વારા કરવામાં આવ્‍યો હતો. વિશ્વના વિવિધ દેશોમાંથી પસંદ થયેલા યુવાનો સાથે જોડાઈને ધ્‍યેયરાજસિંહ પરમારે ભારતની શૈક્ષણિક પ્રતિભા તેમજ ભારતીય સંસ્‍કળતિનું પ્રતિનિધિત્‍વ કરવાની તક મેળવી હતી.

    સાવરકુંડલાના યુવાન વિદ્યાર્થી તરીકે આંતરરાષ્‍ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્‍વ કરનાર ધ્‍યેયરાજસિંહ પરમારની આ સિદ્ધિથી સાવરકુંડલા શહેર અને પરિવારજનોમાં ગૌરવની લાગણી પ્રસરી છે. એમ.એસ. યુનિવર્સિટી વડોદરા તેમજ સમગ્ર ભારતનું સફળ પ્રતિનિધિત્‍વ કરવા બદલ વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ધ્‍યેયરાજસિંહ પરમાર ભવિષ્‍યમાં પણ શૈક્ષણિક, સાંસ્‍કળતિક અને સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સાવરકુંડલા અને ભારત દેશનું નામ વૈશ્વિક સ્‍તરે વધુ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(1:14 PM IST)