તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 27th July 2026
ઢસામા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ દ્વારા ભવ્ય ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે
૨૯ જુલાઈએ પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં ધર્મસભામાં હજારો ભક્તો ઉપસ્થિત રહેશેઃ માનવસેવા હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન- દંતયજ્ઞઃ ગુરૂવંદના, પ્રેરણાદાયી પ્રવચન

રાજકોટ, તા.૨૭: બોટાદ જિલ્લાના ઢસામા પૂ.શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ સ્વામીજી દ્વારા પ્રસ્થાપિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમના સત્સંગ મંડળ દ્વારા તા.૨૯-૦૭-૨૦૨૬ ને બુધવારે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર મહોત્સવ પૂજ્ય સ્વામીજીના કળપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતા અને નિશ્રામાં સંપન્ન થશે.
આ પવિત્ર પર્વને સેવાના રંગે રંગવા માટે ત્રણ કાર્યક્રમોનું એકસાથે આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮:૦૦ કલાકે ગુરુવંદના, સ્તુતિ અને ધૂન-સંકીર્તનથી શુભારંભ થશે. ર્ં૯:૦૦ કલાકે ષોડ્શોપચાર વિધિથી પૂજ્ય સ્વામીજીની પ્રતિમાનું પૂજન કરવામાં આવશે. ૧૦:૦૦ કલાકે પૂજ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ ગુરુભક્તિ, ગુરુતત્ત્વ રહસ્ય અને ગુરુચૈતન્યની અનુભૂતિૅ વિષય પર પ્રેરણાદાયી અમળતવાણી પ્રસાદ આપશે. ૧૧:૩૦ કલાકે મહાનુભાવોનું સન્માન અને ગુરુભક્તોના પ્રાસંગિક વક્તવ્યો બાદ ૧૨:૩૦ કલાકે આભારવિધિ અને સમૂહ મહાપ્રસાદ યોજાશે.
ભાવનગર જિલ્લાના ટીંબી ખાતે છેલ્લા ૧૫ વર્ષથી નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતી ‘સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ' ના દર્દીઓના લાભાર્થે મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા અને તંદુરસ્ત ભાઈઓ-બહેનોને વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરવા હાર્દિક નિમંત્રણ છે.
દર્દીનારાયણની સેવાર્થે દંતયજ્ઞ કેમ્પ પણ યોજાશે. જેમાં જાલંધર બંધ યોગપદ્ધતિ દ્વારા દાંતના રોગોની તદ્દન નિઃશુલ્ક ચિકિત્સા કરવામાં આવશે. સડેલા અને દુઃખતા દાંત પણ પીડા વગર કાઢી આપવામાં આવશે. દર્દીનારાયણોને આ સેવાનો લાભ લેવા અનુરોધ છે.
ભાવિકોને ગોપાલ કોટન ઈન્ડસ્ટ્રીઝ, સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમવાળા રોડથી આગળ, સ્ટેશન રોડ, મુ. ઢસા, તા. ગઢડા, જિ. બોટાદ ખાતે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ આશ્રમની યુ-ટયુબ ચેનલ "Guru Sannidhya"અને ફેસબુક પર કરવામાં આવશે.
આ સમગ્ર મહોત્સવ, ગુરુપૂજન અને મહાપ્રસાદનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને સહૃદય નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો. ૯૮૭૯૫૩૪૪૫૧ મો. ૯૭૨૩૪૦૧૭૫૩ મો.૯૪૨૮૮ ૫૭૬૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
