<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ભાવનગરના ધર્મેન્‍દ્ર મહેતા ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક ફેડરેશનમાં બિનહરીફ

પાંચ વર્ષ માટે ફેડરેશનમાં ડિરેક્‍ટર તરીકે નિમણૂકઃ બે જિલ્‍લાના સરકારી ક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરશે

(વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૨૮: ભાવનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન ધર્મેન્‍દ્રભાઈ મહેતા ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક ફેડરેશનમાં સને ૨૦૨૬-૨૭થી પાંચ વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્‍ટર તરીકે ભાવનગર-બોટાદ જિલ્‍લામાંથી બિનહરીફ ચૂંટાઈ આવ્‍યા છે.

ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક ફેડરેશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાવનગર અને બોટાદ જિલ્‍લામાંથી ડિરેક્‍ટર તરીકે અન્‍ય કોઈ ઉમેદવારી નહીં નોંધાતા ભાવનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન ધર્મેન્‍દ્રભાઈ મહેતાની બિનહરીફ નિમણૂક થવા પામી છે. આગામી પાંચ વર્ષ માટેની ડિરેક્‍ટર તરીકેની આ મહત્‍વપૂર્ણ સિદ્ધિમાં ભાવનગર જિલ્‍લા કો-ઓપરેટિવ બેંક એસોસિએશનના તળાજા નાગરિક સહકારી બેંકના પૂર્વ પ્રમુખ ઋષિભાઈ પંડ્‍યા તથા મહુવા નાગરિક સહકારી બેંકના પૂર્વ પ્રમુખ બીપીન ભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ભાવનગર-બોટાદ જિલ્‍લાના તમામ સહકારી બેંકોના ચેરમેન, વાઈસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ તેમજ ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડનો પણ મહત્‍વપૂર્ણ ફાળો રહ્યો છે.ધર્મેન્‍દ્રભાઈ મહેતાએ ખાતરી વ્‍યક્‍ત કરી છે કે, ભાવનગર-બોટાદ જિલ્‍લાના સહકારી ક્ષેત્રના કોઈપણ પ્રશ્નો કે કામોની રાજ્‍યકક્ષાએ યોગ્‍ય રજૂઆત કરી તેના નિરાકરણ માટે તેઓ સતત પ્રયત્‍નશીલ રહેશે. સહકારી ક્ષેત્રના વિકાસ અને બેંકોના હિતોને રાજ્‍યકક્ષાએ વધુ મજબૂત રીતે રજૂ કરવા તેઓ સક્રિય ભૂમિકા ભજવશે

(11:29 AM IST)