તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 24th October 2026
પોરબંદર સાંદીપનિના શ્રીહરિ મંદિર ખાતે આવતીકાલે રવિવારે ધર્મસભાનું આયોજન : રવિભાઈ રાવલ આપશે સત્સંગનો લાભ
ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ શ્રીહરિની બગીચીમાં સાંજે ૫:૩૦ થી ૬:૩૦ દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં ભક્તજનોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ

પોરબંદર : પોરબંદર સ્થિત સાંદીપનિના શ્રીહરિ મંદિર ખાતે આગામી રવિવાર એટલે કે ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વિશેષ ધર્મસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાનારી આ ધર્મસભામાં સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રવિભાઈ રાવલ દ્વારા ઉપસ્થિત ભક્તજનોને સત્સંગનું રસપાન કરાવવામાં આવશે.
શ્રીહરિ મંદિરના પરિસરમાં આવેલી શ્રીહરિની બગીચી ખાતે આ ધર્મસભા યોજાશે, જેનો નિર્ધારિત સમય સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. પવિત્ર વાતાવરણમાં યોજાનાર આ આધ્યાત્મિક કાર્યક્રમથી શ્રદ્ધાળુઓને વિશેષ ધર્મલાભ પ્રાપ્ત થશે.
પોરબંદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો આ ધર્મસભામાં ઉપસ્થિત રહી શકે તે માટે આયોજકો તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
