News of Thursday, 26th November 2026
કચ્છના માંડવીમાં પાંચ વર્ષની બાળકી સાથે ઢગાએ અશ્લીલ ચેનચાળા કર્યા
મુન્દ્રાના શખ્સ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો : પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : માંડવી શહેર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે અશ્લીલ ચેનચાળા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે મુંદ્રાના એક શખ્સ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ગત ૨૯ ઓક્ટોબરના રોજ સાંજના આશરે સાત વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આરોપી હરીશ દામજીભાઈ રાઠોડ (રહે. વેરાઈ કૃપા લોજની પાછળ, મુન્દ્રા)એ ખોટા ઇરાદે સીડી પર ઊભેલી પાંચ વર્ષની બાળકી સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં માંડવી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
