તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
હળવદના દેવપુર ગામે પિતાએ કામ બાબતે કરેલા સામાન્ય ઠપકાથી લાગી આવતા ૧૮ વર્ષીય યુવતીએ ભરી લીધું અંતિમ પગલું
જૂનું કારખાનું બદલીને બીજા સ્થળે મજૂરી કરવા જવાની જીદ પિતાને જણાવતા થયેલી બોલાચાલી બાદ યુવતીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

દેવપુર : હળવદ તાલુકાના દેવપુર (સુખપર) ગામેથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ૧૮ વર્ષીય યુવતીને તેના પિતાએ કામ બાબતે યોગ્ય ઠપકો આપતા મનમાં લાગી આવવાથી તેણે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દેવપુર ગામે રહેતી ૧૮ વર્ષીય દિવ્યાબેન ભરતભાઈ દેકાવાડીયા પોતાના પિતાની ગાડી સાથે કારખાને મજૂરીકામે જતી હતી, પરંતુ તાજેતરમાં તેણે કારખાનું બદલાવીને અન્ય બીજા કારખાનામાં મજૂરી કરવાનું ચાલુ કર્યું હતું.
મૃતક દિવ્યાબેનને જૂના કારખાને જઈને જ મજૂરી કરવી હતી અને આ બાબતે તેણે પોતાના પિતાને વાત કરી હતી, જેથી પિતાએ તેને કામધંધા અંગે ઠપકો આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વાત યુવતીના મન પર લાગી આવી હતી.
પિતાના સામાન્ય ઠપકાથી માઠું લાગી આવવાને કારણે આવેશમાં આવીને યુવતીએ પોતાની જાતે જ ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું હતું, જેના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
